________________
१६२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
श्रीस्थम्मनपार्श्वनाथाय नमोनमः ॥
* नक्षत्रविचारे-चतुर्थं लघुपरिशिष्टम् * [અહીં અન્ય પ્રસ્થાન્તરથી નક્ષત્રમંડળ' સંબંધી ઉપયોગી વિવેચન સંક્ષેપથી આપવામાં આવે છે
नक्षत्रमंडलोनी सङ्ख्याનક્ષત્રોનાં નામ ઉપરથી મહિનાઓનાં નામ પડ્યાં છે. કૃત્તિકા ઉપરથી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માગશર, પુષ્યથી પોષ, મઘાથી માઘ, ઉત્તરાફાલ્ગનીથી ફાગણ, ચિત્રાથી ચૈત્ર, વિશાખાથી વૈશાખ, જ્યેષ્ઠાથી જેઠ, પૂવષિાઢાથી અષાઢ, શ્રવણથી શ્રાવણ, પૂવભિાદ્રપદાથી ભાદરવો અને અશ્વિનીથી આસોમાસ પડયું છે. દરેક મહિનાનું નક્ષત્ર તે મહિનામાં સાંજે ઊગે છે અને સવારે આથમે છે.
જૈન સિદ્ધાંતાનુસાર નક્ષત્રોની કુલ સંખ્યા અઢાવીશ છે, તે આ પ્રમાણે–
૧ અભિજિતું, ૨ શ્રવણ, ૩ ધનિષ્ઠા, ૪ શતતારા, ૫ પૂર્વાભાદ્રપદા, ૬ ઉત્તરાભાદ્રપદા, ૭ રેવતી, ૮ અશ્વિની, ૯ ભરણી, ૧૦ કૃત્તિકા, ૧૧ રોહિણી, ૧૨ મૃગશીર્ષ,૧૩ આદ્ર, ૧૪ પુનર્વસુ, ૧૫ પુષ્ય, ૧૬ આશ્લેષા, ૧૭ મઘા, ૧૮ પૂર્વાફાલ્ગની, ૧૯ ઉત્તરાફાલ્ગની, ૨૦ હસ્ત, ૨૧ ચિત્રા, ૨૨ સ્વાતિ, ૨૩ વિશાખા, ૨૪ અનુરાધા, ૨૫ જ્યેષ્ઠા, ૨૬ મૂળ, ૨૭ પૂર્વાષાઢા, ૨૮ ઉત્તરાષાઢા.
જો કે લૌકિક ક્રમ તો પ્રથમ અશ્વિની પછી ભરણી-કત્તિકા–રોહિણી એવો છે, છતાં અહીં આપેલો ઉપરોક્ત ક્રમ જે સિદ્ધાંતમાં રાખવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે યુગ વગેરેની આદિમાં ચન્દ્ર સાથે પ્રથમ નક્ષત્રનો યોગ “અભિજિત્ 'નો જ હોય છે અને ત્યારબાદ અનુક્રમે અન્ય નક્ષત્રનો યોગ થતો હોવાથી અભિજિત્ થી માંડી ઉક્ત ક્રમ રાખવામાં આવ્યો છે. વધુમાં કૃત્તિકાદિ નક્ષત્રનો ક્રમ તો લોકમાં કેવળ શલાકાચક્રાદિક સ્થાનકોમાં જ ઉપયોગી છે.
શંકા–જ્યારે અભિજિત નક્ષત્રથી આરંભી નક્ષત્રક્રમનું મંડાણ કરો છો તો અન્ય નક્ષત્રોની જેમ અભિજિત્ નક્ષત્ર વ્યવહારમાં કેમ પ્રવર્તતું નથી ?
સમાધાન ચન્દ્રમાની સાથે અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલીન છે, પછી ચન્દ્રમા તે નક્ષત્રને છોડી સધઃ અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જાય છે, માટે તે નક્ષત્ર અવ્યવહારુ છે.
અહીં એટલું વિશેષ સમજવું કે–જબૂદ્વીપમાં તો અભિજિત સિવાય ૨૭ નક્ષત્રો વ્યવહારમાં વર્તે છે, (પરંતુ ધાતકીખંડાદિમાં તેમ નથી) કેમકે અભિજિત નક્ષત્રનો ઉત્તરાષાઢાના ચોથા પાદમાં સમાવેશ થાય છે, અને લોકમાં તેથી પણ ઓછી અથતિ વેધસત્તા આદિ જોવામાં ઉત્તરાષાઢા સાથે અભિજિત નક્ષત્રનો સહયોગ અંતિમપાદની જે ચાર ઘડી તેટલો જ કહેવાય છે.
ઉપર કહેલાં અઠ્ઠાવીશ નક્ષત્રોનાં મંડળો તો ફક્ત આઠ જ છે, અને એ આઠે મંડળોની પોતપોતાના નિયતમંડળમાં જ ગતિ છે. રૂતિ સંધ્યાકપUT ||
* मण्डलक्षेत्र अने मेरु प्रति अबाधा * સૂર્યની પેઠે નક્ષત્રનાં મંડળોને અયનનો અભાવ હોવાથી અને તેથી તે નક્ષત્રમંડળો પોતપોતાનાં મંડળસ્થાનમાં જ ગમન કરતા હોવાથી આ નક્ષત્રમંડળો અવસ્થિત કહેવાય છે અને તેથી દરેક–પ્રતિનક્ષત્રાશ્રયી. મંડળક્ષેત્ર સંભવતું નથી. જો દરેક નક્ષત્રોને સ્વસ્વમંડળ સ્થાન છોડીને અન્ય મંડળસ્થાનોમાં ગમન કરવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org