________________
99
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રશ્ન-માનુષોત્તર એટલે શું?
ઉત્તર–માનુષોત્તર એટલે જેની ઉત્તરે મનુષ્યો છે તેથી માનુષોત્તર કહેવાય છે, અથવા જે ક્ષેત્રની બહાર મનુષ્યોનાં જન્મ તથા મરણ ન થાય તે ક્ષેત્રની મર્યાદા બાંધનાર જે પર્વત તે માનુષોત્તર કહેવાય છે. આ પર્વતની પહોળાઈ પૂર્ણ થયા બાદ એટલે તે પર્વતની અંતિમ સીમાથી લઈ પ્રતિપક્ષી દિશામાં (સામી દિશામાં) તિષ્ણુલોકના અન્તભાગ સુધીમાં મધ્યના કોઈ પણ સ્થાનમાં મનુષ્યોની વસ્તી નથી, હોય તો માત્ર માનુષોત્તર પર્વતની અંદરના ક્ષેત્રને વિષે. જ્યારે વસ્તી જ નથી તો પછી મનુષ્યનાં જન્મ—મરણ તો ક્યાંથી જ સંભવે? અસ્તુ.
શંકા – ભલે વસ્તીના અભાવે જન્મ-મરણ ન હોય પરંતુ અહીંથી કોઈ એક મનુષ્ય અઢીદ્વીપ બહાર કોઈ પણ કારણવશાત્ ગયેલ હોય અને ત્યાં જ તેનાં આયુષ્યની સમાપ્તિનો અવસર થવા આવ્યો હોય તો તેટલા ટૂંકા સમયમાં શું મૃત્યુ પામવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય?
સમાધાન– સામાન્ય મનુષ્ય તો અહીંથી ત્યાં જવાનું સામર્થ્ય સ્વયં ધરાવી શકે નહિ, પરંતુ કોઈ દેવ, દાનવ તથાવિધ વૈર-વિરોધાદિના કારણે પોતાનું વૈર વાળવા માટે, તે મનુષ્યને પોતાના
સ્થાનેથી ઉપાડી મનુષ્યક્ષેત્ર બહાર મૂકે, કારણકે તેમ કરવાથી તે માણસ કોઈ પણ પ્રકારના સુખાશ્રયો વિના સૂર્યના પ્રચંડ તાપથી અથવા વિશેષ ઠંડીથી ઊભો ઊભો શોષાઈ જઈ મૃત્યુને પામે અથવા અન્યવિધ પ્રાણઘાતક ઉપદ્રવો થાય' આ પ્રકારની બુદ્ધિથી મનુષ્યક્ષેત્ર બહાર તેઓ લઈ જાય તથાપિ લોકાનુભાવથી અને તથાવિધ ક્ષેત્રના પ્રભાવથી તે બહાર લઈ જનાર દેવને અથવા અન્ય કોઈ ગમનાગમન કરતા દેવ, દાનવ અથવા વિદ્યાધરાદિને દુઃખમાં રીબાતા એવા તે મનુષ્યને દેખી સન્મતિ સૂઝે અને આત્મામાં દયાનો પ્રાદુર્ભાવ થવાથી તેને પાછો મનુષ્યક્ષેત્રમાં મૂકી દે છે. | મુનઃ શંકા- તમારું કહેવું ઠીક છે પરંતુ નંદીશ્વરાદિ દ્વીપે ગએલા વિદ્યાધરો વગેરે નરક્ષેત્ર બહાર પોતાની સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે તો ત્યાં મનુષ્યનો ગર્ભરૂપે જન્મ શું ન થાય ? તેમજ મનુષ્યલોકની કોઈપણ સ્ત્રી કે જેની પ્રસૂતિ તરત થવાની હોય એવી સ્ત્રીનું કોઈ એક દેવ અપહરણ કરી નરક્ષેત્ર બહાર મૂકે, આવો પ્રસંગે ઉપસ્થિત થાય તો ત્યાં મનુષ્યનો જન્મ શું ન સંભવે? .
સમાધાન– ભલે વિદ્યાધરો સ્વભાય સાથે સંભોગવ્યવહાર કરે, પરંતુ ગર્ભધારણનો તો સંયોગ ક્ષેત્રપ્રભાવે પ્રાપ્ત જ ન થાય (અર્થાત ગર્ભ રહે જ નહિ.).
- હવે સ્ત્રીની પ્રસૂતિનો પ્રસંગ પ્રાયઃ બને નહીં તો પણ કદાચ જન્મ થવાનો અવસર નજીક આવી જાય તો, તે લાવનાર દેવનું મન જ તથાવિધ ક્ષેત્રપ્રભાવે વિપયસભાવને પામ્યા વિના રહી શકતું જ નથી. કદાચ તે નિષ્ફર-હૃદયી દેવ તેણીને નરક્ષેત્રમાં લાવી ન મૂકે તો અન્ય કોઈ પણ દેવ યા વિદ્યાધર અકસ્માત આવી જ ચઢે અને તે ગર્ભવતી સ્ત્રીને ત્યાંથી ઉપાડી મનુષ્યક્ષેત્રમાં મૂકી દે છે. પરંતુ મનુષ્યક્ષેત્ર બહાર જન્મ તો કોઈનો કદી થયો નથી, થતો નથી, તેમજ થશે પણ નહિ.
૧૩૭. અઢીદ્વીપમાં મનુષ્યક્ષેત્રો અમુક અમુક છે તેમાં પણ અમુક સમુદ્ર તથા વર્ષધરાદિ પર્વતો વગેરે સ્થાનમાં જન્મનો અભાવ છે. કોઈ વિદ્યાધરાદિના અપહરણથી અથવા સ્વયં ગયેલ હોય અને પાછો આવી શકવા અસમર્થ હોય તો અઢીદ્વીપવર્તી તે તે ક્ષેત્રોમાં તેવાઓનું મૃત્યુ તેમજ જન્મ કદાચ સંભવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org