________________
ες
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
गाथार्थ- વિશેષાર્થ મુજબ. ૧૪૨-૪ા
વિશેષાર્થ વાણવ્યંતરોની આઠે નિકાયોના ઉત્તરભેદવડે સોળ ઇન્દ્રો છે. તેમાં પહેલા અણુપત્ની નિકાયના દક્ષિણેન્દ્રનું નામ સંનિહિતઇન્દ્ર છે અને ઉત્તરેન્દ્રનું નામ સામાન ઇન્દ્ર છે, બીજા પણપન્ની નિકાયના દક્ષિણેન્દ્રનું નામ ધાતા અને ઉત્તરેન્દ્રનું વિધાતા, ત્રીજા ૠષીવાદી નિકાયના દક્ષિણેન્દ્રનું ૠષિ ઇન્દ્ર અને ઉત્તરેન્દ્રનું ઋષિપાલઇન્દ્ર, ચોથા ભૂતવાદી નિકાયનો દક્ષિણેન્દ્ર ઇશ્વરઇન્દ્ર અને ઉત્તરદિશાનો મહેશ્વરઇન્દ્ર, પાંચમા કૈદિત નિકાયનો દક્ષિણેન્દ્ર સુવત્સઇન્દ્ર અને ઉત્તરદિશાનો વિશાલઇન્દ્ર, છઠ્ઠા મહાયંદિત નિકાયનો દક્ષિણેન્દ્ર હાસ્ય અને ઉત્તરેન્દ્ર હાસ્યરતિ, સાતમા કોહેંડ નિકાયનો દક્ષિણેન્દ્ર શ્વેત અને ઉત્તરદિશામાં મહાશ્વેત ઇન્દ્ર અને આઠમા પતંગ નિકાયના દક્ષિણેન્દ્રનું નામ પતંગ અને ઉત્તર દિશામાં પતંગપતિ ઇન્દ્ર એમ સોલ ઇન્દ્રો જાણવા. [૪૨-૪૩] (પ્ર. ગા. સં. ૬–૭)
આ પ્રમાણે ભવનપતિના દશે નિકાયોના મળીને વીશ ઇન્દ્રો તથા વ્યંતર અને વાણવ્યંતરના આઠ આઠ નિકાયના મળી સોળ નિકાયના બત્રીશ ઇન્દ્રો, જ્યોતિષીનિકાયના બે ઇન્દ્રો અને વૈમાનિકનિકાયના દશ ઇન્દ્રો એટલે કે ચારે નિકાયના થઈ કુલ ચોસઠ ઇન્દ્રો થયા.
આ ઇન્દ્રો અવશ્ય સમકતવંત હોય છે અને પરમકારુણિક જગત્ જંતુનું કલ્યાણ ઇચ્છનારા
પરમતા૨ક તીર્થંક૨ ૫રમાત્માઓના જન્મકલ્યાણકાદિ અવસરે કરાતી તે તે પ્રકારની ઉચિત ભક્તિસેવામાં સદા તત્પર હોય છે.
॥ કૃતિ વાળવૃંતાધિાર: ।।
અવતરળ— હવે વ્યંતરેન્દ્રોના તથા (સરખું વક્તવ્ય હોવાથી) ચન્દ્ર સૂર્યના સામાનિક દેવો તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું નિરૂપણ કરે છે —
सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसिं, वंतरवइ - ससिरवीणं
च ૫૪૪॥
Jain Education International
સંસ્કૃત છાયા—
सामानिकानां चत्वारि, सहस्राणि षोडश च आत्मरक्षकाणाम् । પ્રત્યે સર્વેષાં, વ્યંતરપતિ-શિ—વીળાર્ચે ।।૪૪||
શબ્દાર્થ
સવ્વેસિં=સર્વ નિકાયને વિષે
ગાથાર્થ—વિશેષાર્થ પ્રમાણે. ।।૪૪॥
અંતરવ=ત્યંતરેન્દ્રપતિ
વિશેષાર્ય પૂર્વે ભવનપતિદેવોના સામાનિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યા કહી છે તે જ પ્રમાણે વ્યંતરની આ નિકાયના બત્રીશે ઇન્દ્રો તથા જ્યોતિષી નિકાયના સૂર્ય અને ચન્દ્ર (એ બે જ ઇન્દ્રપણે હોવાથી) એમ કુલ ચોત્રીશ ઇન્દ્રો થયા. તે પ્રત્યેક ઇન્દ્રને ચાર ચાર હજાર સામાનિક દેવો હોય છે અને સામાનિક દેવોથી ચારગુણા એટલે સોલ સોલ હજાર આત્મરક્ષક દેવો પ્રત્યેક ઇન્દ્રોને હોય છે તેમજ પૂર્વોક્ત કથનાનુસાર તેઓની સેવામાં તે દેવો નિમગ્ન હોય છે. [૪૪]
For Personal & Private Use Only
www.jainelibrary.org