SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ इंद्रना सामानिक तथा आत्मरक्षक देवोनी संख्या ८१ સંસ્કૃત છાયાचतुःषष्टिः षष्टिरसुरे, षट् च सहस्राणि धरणादीनाम् । सामानिका एभ्यश्चतुर्गुणा आत्मरक्षकाश्च ॥३०॥ શબ્દાર્થ – રહેટ્રિચોસઠ ઘરમાં ધરણેન્દ્ર વગેરેના સસાઠ સામળિયા=સામાનિક દેવો સસુરઅસુરકુમાર નિકાયમાં સિં=એથી વડાપIT=ચાર ગુણા સદસાડું હજાર ઉપાયRવલ્લા આત્મરક્ષક દેવો નાથાર્થ– અસુરકુમાર નિકાયના, અમરેન્દ્ર તથા બલીન્દ્ર બે ઈન્દ્રોને અનુક્રમે ૬૪ હજાર તથા ૬૦ હજાર સામાનિક દેવો છે. બાકીના ધરણેન્દ્ર વગેરે ઇન્દ્રોને છ-છ હજાર સામાનિક દેવો છે. અને સામાનિક દેવોની જે સંખ્યા કહી, તેના કરતાં ચારગુણી સંખ્યા આત્મરક્ષક દેવોની છે. [૩ના વિશેષાર્થ–પ્રથમ સામાનિક એટલે શું? ફળ સદ સમાને તુ શુતિવિમવાલી ભવ: સામનિઃ અથતિ ઇન્દ્રના સરખી કાંતિ–વૈભવદિ–ઋદ્ધિસિદ્ધિવાળા તે સામાનિક દેવો કહેવાય. આ દેવોમાં ફક્ત ઇન્દ્રપણું એટલે તે દેવલોકનું અધિપતિપણું હોતું નથી, બાકી સર્વ ઋદ્ધિ ઇન્દ્ર સમાન હોય છે. વળી રૂદ્રામમાત્યપિતૃ:પુરુપાધ્યાયમદત્તરવત પૂનનીયા: સ્વયં રાજા છતાં રાજાને જેમ મંત્રીશ્વર, પિતા, ગુરુવર્ગ-ઉપાધ્યાય (પાઠક) અને વડિલો પૂજનીય હોય છે, તે પ્રમાણે ઇન્દ્રને આ સામાનિક દેવો પૂજનીય (આદર આપવા યોગ્ય) હોય છે. ભલે ઇન્દ્ર મહારાજા આવો આદર રાખે છતાં તે | ઇન્દ્રને સ્વામી તરીકે માનીને તેની આજ્ઞાનું પાલન કરે છે. સારાંશમાં ઇન્દ્રોને આ દેવો આદર યોગ્ય છે એમ જણાવી તેની મહત્તા બતાવી અને તેમ છતાં આ દેવો તેને સ્વામીપણે જ માને છે એમ જણાવી પરસ્પર સ્વામી-સેવકભાવ પણ જણાવ્યો. આત્મરક્ષક એટલે શું? રૂદ્રાનભા ક્ષન્તીત્યાત્મરક્ષા: ઇન્દ્રના આત્માની રક્ષા કરે છે. અહીં આત્મ શબ્દથી ઇન્દ્રનું અંગ–શરીર સમજવું. આત્મરક્ષક દેવો ધનુષ્યાદિ સર્વશસ્ત્રો ગ્રહણ કરી ઈન્દ્ર મહારાજાઓની રક્ષાને માટે સર્વદા સજ્જ રહે છે. જેમ રાજામહારાજાઓને ત્યાં અંગરક્ષકો (બોડીગાડ–Body guard) શસ્ત્રસજ્જ બનીને પોતાના માલિકની, દત્તચિત્તવાળા થઈને સતત રક્ષા કર્યા કરે છે તેવી જ રીતે ઇન્દ્રના આત્માની રક્ષા માટે તે આત્મરક્ષક દેવો પણ, ઇન્દ્રમહારાજ સભામાં બેઠેલા હોય કે વિચરતા હોય, ગમે તે સ્થાને હોય, ત્યારે અનેક પ્રકારનાં શસ્ત્રાદિથી યુક્ત થઈને પોતાના સ્વામી ઇન્દ્રની રક્ષામાં સતત પરાયણ રહે છે. આયુધ બખ્તરથી સજ્જ બની ઇન્દ્ર મહારાજની એક સરખી રક્ષામાં જ તત્પર હોય છે. શત્રુદેવો તે અડીખમ આત્મરક્ષકોને દેખતાં જ ક્ષોભ–ત્રાસ પામી ૧૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy