________________
संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह
તેમાં ભવનપતિનિકાયોમાં પહેલી અસુરકુમાર નિકાયના દક્ષિણેન્દ્ર ચમરેંદ્રને અને ઉત્તરેન્દ્રબલીન્દ્રને પ્રત્યેકને પાંચ પાંચ અગ્રમહિષીઓ હોય છે. બાકીની નાગકુમારાદિ નવે નિકાયના ધરણેન્દ્ર તથા ભૂતાનંદેન્દ્ર પ્રમુખ અઢાર ઇન્દ્રો છે, તે દરેક ઇન્દ્રને છ છ અઝમહિષીઓ હોય છે.
તથા આઠ પ્રકારના વ્યંતર, આઠ પ્રકારના વાણવ્યંતર–એમ વ્યંતરની સોળ નિકાયના ઉત્તરેન્દ્ર તથા દક્ષિણેન્દ્ર મળી કુલ બત્રીસ ઇન્દ્રો છે. તે પ્રત્યેકને ચાર ચાર અઝમહિષીઓ હોય છે.
ત્રીજા જ્યોતિષી દેવલોકના ચંદ્ર અને સૂર્ય એ બે ઇન્દ્રને પણ ચાર ચાર અગ્રમહિષીઓ હોય છે.
" અને ચોથા વૈમાનિક દેવલોકમાંના સૌધર્મ દેવલોકના સૌધર્મેન્દ્રને અને બીજા ઇશાન દેવલોકના ઈશારેંદ્રને આઠ આઠ અગ્રમહિષીઓ હોય છે.
ઉપરના સનકુમારદિ દેવલોકને વિષે દેવીઓનું ઉપજવું હોતું નથી તેથી ત્યાં પરિગૃહીતા દેવી નથી પરંતુ તે તે દેવલોકના ઈદ્રોને અથવા દેવોને જ્યારે વિષયસુખની ઇચ્છા ઉદભવે છે ત્યારે તેમના ઉપભોગાળું સૌધર્મ અને ઇશાન દેવલોકની જ અપરિગ્રહીતા દેવીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થાય છે.
પ્રથમના બે દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિનો અભાવ હોવાથી અગમહિષીઓનો સંભવ નથી. [૧૩]
અવતરણ–વૈમાનિક દેવોને દેવીઓની પ્રતિદેવલોકે યથાસંભવ આયુષ્યસ્થિતિ કહી. હવે પ્રતિદેવલોકનાં પ્રત્યેક પ્રતરોમાં જઘન્યોત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બતાવવા માટે પ્રથમ કયા દેવલોકમાં કેટલાં પ્રતિરો હોય ? તે વર્ણવે છે–
दुसु तेरस दुसु बारस, छ प्पण चउ चउ दुगे दुगे य चउ । गेविज–णुत्तरे दस, बिसट्टि पयरा उवरि लोए ॥१४॥
સંસ્કૃત છાયાद्वयोस्त्रयोदश द्वयोर्वादश, षट्पञ्चचत्वारि चत्वारि द्विके द्विके च चत्वारि । ग्रैवेया-नुत्तरेषु दश, द्वाषष्टिः प्रतराण्युपरि लोके ॥१४॥
શબ્દાર્થકુસુબે દેવલોકમાં
વિન્નત્તર–શૈવેયક અને અનુત્તર વિમાનમાં તેરસત્તેર
વિસદિ=બાસઠ કુતૂ=બે દિવલોક)માં
યર=પ્રતિરો વારસ બાર
હરિ ઉપર-ઊર્ધ્વ કુરો બેમાં
નીyલોકમાં પથાર્થ– સૌધર્મ તથા ઇશાનદેવલોકમાં તેર પ્રતરો છે. ત્યારપછીના ત્રીજાચોથા એ બે દેવલોકમાં બાર પ્રતરો છે. પાંચમા દેવલોકમાં છ પ્રતિરો, છટ્ટામાં પાંચ પ્રતરો, સાતમામાં ચાર પ્રતરો, આઠમામાં ચાર પ્રતરો, નવમા તથા દશમા દેવલોકમાં ચાર અને અગિયાર તથા બારમા દેવલોકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org