________________
व्यावहारिक कालनो परिचय આ મર્યાદાનું કથન એટલા જ માટે છે કે જે ક્ષેત્રમાં સૂર્યચંદ્રાદિ જ્યોતિષ્યક્ર ચર હોવા સાથે પોતાનાં દેદીપ્યમાન કિરણો વડે પ્રકાશ આપે છે, તે ક્ષેત્રમાં વ્યાવહારિકની ગણત્રી કરવાની છે અને સમયાદિક સર્વકાળને કરનારો ચર સૂર્ય જ છે, એથી જ એને આદિત્ય કહેવાય છે. શ્રીભગવતીસૂત્રમાં પ્રશ્ન थयो छ 3-से केणटेणं भंते ! एवं वुच्चई (सूरे) आइच्चे सूरे ? गोयमा ! सूरादिया णं समयाइ वा आवलियाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ या से तेणटेणं जाव आइच्चे ।
પંચમાંશીભગવતીજી શ૦ ૧૨, ઉ૦ ૬) પ્રશ્ન – કાળનું ક્ષેત્ર ઉપર મુજબ જો મર્યાદિત છે તો દેવલોક વગેરે અન્ય સ્થાનોમાં દેવો વગેરેના આયુષ્યનું પ્રમાણ કઈ અપેક્ષાએ ગણવું? કારણ કે તે સ્થાનોમાં વ્યાવહારિક કાળનો તો
અભાવ હોય છે.
ઉત્તર :–દેવલોક વગેરે સ્થાનોમાં વર્તતા જીવોનાં આયુષ્ય વગેરેની ગણના ઉપર જણાવેલા મર્યાદિત ક્ષેત્રમાં વર્તતા વ્યાવહારિક કાળથી જ કરવાનું છે. ત્યાં સૂર્ય–ચંદ્રના પરિભ્રમણના અભાવે સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, માસ, વર્ષ વગેરે કાળની ઉત્પત્તિ નથી, પરંતુ અહીં વર્તતા વ્યાવહારિક કાળ વડે જ ત્યાંના જીવોનું આયુષ્ય વગેરે ગણવાનું શાસ્ત્રોમાં અનેક સ્થળે પ્રતિપાદન કરે છે.
દેવલોકમાં સૂર્ય ચંદ્રાદિના અભાવે અંધકાર હોય તેવી શંકા કરવાની પણ જરૂર નથી, કારણકે દેવોનાં દિવ્ય વિમાનોમાં રહેલાં મણિરત્નોની અદ્ભુત કાંતિ, સાથે દેવોનો પોતાનો પણ પુણ્યપ્રકર્ષ [ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે કે ત્યાં સર્વદા ઉદ્યોત જ હોય છે. અહીં સાથે એટલું સમજવું આવશ્યક છે કે ઉપર જણાવેલાં મર્યાદિત ક્ષેત્રમાં જેમ વ્યાવહારિક કાળ હોય છે તે પ્રમાણે નૈઋયિક (વર્તના પરિણામ–સ્વરૂ૫) કાળ તે મર્યાદિત ક્ષેત્રમાં તેમજ અન્યત્ર દેવલોક વગેરે સર્વ સ્થાનોમાં પણ હોય છે.
આ વ્યાવહારિક કાળ “અતીત, અનાગત અને વર્તમાન ભેદ વડે ત્રણ પ્રકારનો છે. તેમાં અતીત અને અનાગતકાળ અનંતસમયાત્મક છે.
વર્તમાનકાળ એક સમયરૂપ જ છે, કારણકે કાળની વર્તના એક સમયરૂપ વ્યવહારવાળી છે. પ્રત્યેક દ્રવ્ય-પયિોમાં રહેવાવાળી તથા એક સમય જેટલા જ કાળમાં સ્વસત્તાનો અનુભવ કરવાવાળી, જે વર્તના તે ઉત્પન્ન થતા અને વિનાશ પામતા ભાવોના પ્રથમ સમય સંબંધીના સંવ્યવહારરૂપ છે. અને તે તંદુલ (ચોખા)ના વિકારવત્ અનુમાનથી સમજવા યોગ્ય છે. અર્થાત ઉત્પન્ન થતા અને વ્યય. પામતા પદાર્થોનો પ્રથમ સમયનો વ્યવહાર એટલે કે જે કાળે પદાર્થની ઉત્પત્તિ થઈ તથા જે કાળે વિનાશભાવ થયો તે પ્રથમ સમયે જ વર્તનાનો સંવ્યવહાર છે. એ વર્તના કાળ, સમય પ્રમાણ અતિસૂક્ષ્મ હોવાથી સર્વજ્ઞ પુરુષોથી જ ગ્રાહ્ય છે. જે માટે કહ્યું છે કે
"अवधीकृत्य समयं, वर्तमानं विवक्षितम् । भूतः समयराशियः, कालोऽतीतः स उच्यते ।।" 'अवधीकृत्य समयं वर्तमानं विवक्षितम् । भावी समयराशियः, कालः स स्यादनागतः ।।' "वर्तमानः पुनर्वर्त्तमानैकसमयात्मकः । असौ नैश्चयिकः सर्वोऽप्यन्यस्तु व्यावहारिकः ।।"
[કાલલોકપ્રકાશ, સર્ગ ૨૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org