________________
६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
“ अपुव्वो कप्पतरु चिंतामणी कामकुम्भकामगवी । जो ज्झायई सयलकालं सो पावइ सिवसुहं विउलं ॥१॥ नासेइ चोरसावय-विसहरजलजलणबंधणभयाई । चिंतिज्जंतोरक्खस्सरणरायभयाइं भावेण ॥ २ ॥”
અર્થ :— “આ મન્ત્ર અપૂર્વ કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુમ્ભ, કામધેનુ સમાન છે. જે મનુષ્ય સદાકાલ તેનું ધ્યાન કરે છે તે અનંત શિવસુખને પ્રાપ્ત કરે છે. (૧) વળી તેનું સ્મરણ ચોર, સિંહ, સર્પ, જલ, અગ્નિ, બંધનનાં ભય વગેરે તથા રાક્ષસ, રણ, રાજ્યાદિ ભયોનો નાશ કરે છે. (૨)”
નવકારમન્ત્ર ઉ૫૨ ઘણું લખી શકાય તેમ છે. વળી નવકારમન્ત્રના પ્રભાવથી સર્પ પણ ફૂલની માળારૂપ થવાના અને તદુપરાંત બીજાં અનેક દૃષ્ટાંતો પણ પ્રસિદ્ધ છે પણ અહીં એ બધું અપ્રસ્તુત છે, માટે અન્ય ગ્રંથોથી જાણી લેવું.
આથી એટલું તો ચોક્કસ જ છે કે ‘સો મંનિત્તયો' વચનથી આ મન્ત્ર સકલ સિદ્ધિના ६. सर्वविघ्नविदारक ए मन्त्र મૂળરૂપ સર્વોત્તમ છે અને સર્વમંગલોમાં શ્રેષ્ઠ છે એ સિદ્ધ થાય છે. આવા આવા અનેક કારણોથી આ પંચપરમેષ્ઠીમહામન્ત્રનો અનેક પરમર્ષિ— પુરુષોએ જેમ પ્રાયઃ પ્રત્યેક ગ્રંથના પ્રારંભમાં સ્વીકાર કરેલો છે તેમ આ ગ્રન્થના રચિયતા મહર્ષિ શ્રી ચન્દ્રસૂરિ મહારાજાએ પણ તે વિઘ્નવિદા૨ક મન્ત્રનો પ્રારંભમાં જ મંગલરૂપે આદર કરેલ છે.
७. मंगलना प्रकारो
આ મંગલ બે પ્રકારે છે : દ્રવ્ય અને માવ, એમાં ભાવમંગલ એ, અનેક મંગલો પૈકી સર્વપ્રધાન મંગલ છે. એથી જ દરેક પૂજ્યાત્માઓએ તે ભાવમંગલનો પ્રથમ પદે સ્વીકાર કરેલ છે. ઇષ્ટદેવને નમસ્કાર એ પણ એક ભાવમંગલનો પ્રકાર છે અને દ્રવ્યમંગલ તો પ્રસિદ્ધ છે. એમાં ઇષ્ટદેવને ભાવમંગલરૂપ કરેલ નમસ્કાર અવશ્ય ફળસિદ્ધિદાયક છે. જે અગાઉ જાણી આવ્યા. પરંતુ દ્રવ્યમંગલથી એટલે કે કંઈ પણ ગોળ–કંસાર, દહીં આદિ વસ્તુથી કરેલાં લૌકિક મંગળોથી, લાનુમેયરૂપે ચિત્ત્વન કરાતી કાર્યસિદ્ધિમાં સંશય છે. ઘણીવાર પ્રત્યક્ષ
૪. કોઈ એક નગરમાં એક શ્રાવિકા છે. તેનો પતિ મિથ્યાદૅષ્ટિ છે. વર્તમાન પત્નીને પુત્ર ન હોવાથી તે અન્ય સ્ત્રીને લાવવાને ઇચ્છે છે, પરંતુ જ્યાં સુધી આ પત્ની હયાત છે, ત્યાંસુધી અન્ય સ્ત્રીની પ્રાપ્તિ દુર્લભ હોવાથી, પોતાની સ્ત્રીને મારવાનો ઉપાય ચિંતવે છે કે કેવી રીતે આને મારી નાંખું ? એક દિવસ કોઈક સ્થાનેથી કાળા સર્પને પકડાવી એક ઘડામાં તે સર્પને પૂરી તે ઘડાને ઘરના ખૂણામાં લાવીને મૂક્યો. ભોજન કર્યા બાદ પોતાની સ્ત્રીને કહ્યું કે—ખૂણામાં રહેલા ઘડામાંથી પુષ્પની માળા લાવ! પતિના વચનને સાંભળીને અંધારામાં ફાંફાં મારતી અને ભય દૂર કરવાને મનમાં નવકારમન્ત્રનું સ્મરણ કરતી તે સ્ત્રી ચિંતવે છે કે ‘અંધારામાં કોઈ ઝેરી જંતુ કરડતાં કદાચ મૃત્યુ થશે તો પણ નવકારમન્ત્રના પ્રભાવથી મારી વૈમાનિકદેવગતિ થશે.' સ્ત્રીએ ચિંતવેલા નવકારમંત્રના પ્રભાવથી નજીકમાં રહેલ કોઈ દેવતાએ ઘડામાં રહેલ સર્પને સ્થાને પુષ્પમાળા સ્થાપન કરી દીધી. તે સ્ત્રીએ પણ ઘડામાંથી તે પુષ્પની માળા લઈને પોતાના સ્વામીને આપી. પતિને અત્યંત આશ્ચર્ય થતાં જે ઘડામાં સર્પ મૂકેલ હતો તે જ ઘડામાંથી તે પુષ્પમાળાને લેવા સંબંધી તેમજ નવકારમંત્રના સ્મરણ સંબંધી વૃત્તાંત સ્ત્રી પાસેથી જાણીને પતિ સ્ત્રીના ચરણમાં પડ્યો. અને પોતે ચિંતવેલ અશુભ વિચાર સંબંધી ક્ષમા માગવા લાગ્યો. પછી તે બન્નેનો સંસાર સુખી થયો. [નવાર્થાવતી અપભ્રંશ] વિશેષ જાણવા માટે નવકારમંત્ર ઉપરનાં મુદ્રિત—અમુદ્રિત અનેક કલ્પો, મંત્રો, યંત્રો અને સ્તોત્રોનું સાહિત્ય અવલોકવું.
૫. મંગલની ચઉભંગી પણ પડે છે, તે ગુરુગમથી સમજી લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org