________________
૮૨૫ પાનાંનો આ દળદાર ગ્રંથ અમને અભિપ્રાય અર્થે મળ્યો છે. આ ગ્રંથ પાછળ અપાર અને જહેમત ખર્ચાયા હશે એમ આ ગ્રંથ જોતાં જ પ્રતીતિ થાય છે.
આ ગ્રંથમાં કોઇ હવાઈ કલ્પના નથી કે નથી એમાં ગલગલીયા થાય એવી કોઈ વેવલી વાત, દિ પરન્તુ એ પુસ્તકમાં જડ અને ચેતન વસ્તુઓનાં સ્વરૂપોને સ્પષ્ટ બતાવી આપતી વાનીઓ છે. ટૂંકમાં કહીએ R તો શાસ્ત્રીય તત્ત્વોની વાનીઓથી પીરસાયેલો એક મહાન રસથાળ છે.
એ પુસ્તકમાં ગાથાઓ માગધી મિશ્રીત છે, દરેકની સંસ્કૃત છાયા, ત્યારબાદ કઠિન શબ્દોના અર્થો, જ મૂળ ગાથાનો સંક્ષિપ્ત ભાવાર્થ, ફરી તે ઉપર તેનો વિસ્તૃત અર્થ, એમ સઘળું ગુજરાતી ભાષાંતર સરળ અને સમજભરી પદ્ધતિએ કરવામાં આવ્યું છે.
ખગોળશાસ્ત્રના આ ગ્રંથમાં અનેક મહત્ત્વની વાતો છે. એમાં મુખ્યત્વે કરીને નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ પ્રત્યેક ગતિના જીવાદિક પદાર્થોનું, સ્થિતિ, આયુષ્ય, અવગાહના, ઉપપાતવિરહ, અવનવિરહ, ઉપપાત સંખ્યા, અવન સંખ્યા, ગતિ-આગતિ એ નવ દ્વારોના વિભાગદ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
અને પ્રસંગે પ્રસંગે રાત્રિ અને દિવસ દક્ષિણાયન અને ઉત્તરાયન કેમ થાય છે, સૂર્ય ચન્દ્ર કેમ ફરે છે, દરેકે દરેક દેશમાં ઉદય અને અસ્તમાં થતા ફેરફારો અને વૃદ્ધિ-હાનિનાં કારણો, આજની દુનિયા ક્યાં અને કેટલી સમજવી ? તેમજ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે ખગોળના એક એક વિષયને બહુ જ સ્પષ્ટ રીતે ચિત્રો સમેત ચર્ચવામાં આવ્યો છે.
એટલું જ નહિ પરંતુ એમાં સમયથી માંડી પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ, અઢી દ્વીપાધિકાર, અસંખ્યદ્વીપ, સમુદ્રોની વ્યવસ્થા, ભરતી-ઓટનું કારણ, સમભૂતલ રૂચક ચર્ચા, તે તે જીવોને અંગે આહાર, શ્વાસોશ્વાસ, નિગોદ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, પર્યાપ્તિ, પ્રાણ, અનાહારકપણું, ઋજુ-વક્રાગતિ, નરકના દુઃખો, ચક્રવર્તીની વિજયયાત્રા. ચૌદ રત્નો, નવનિધિ, આયુષ્યના પ્રકારો વગેરેને પણ વિસ્તારથી આપવામાં આવ્યા છે.
એમાં પરિશિષ્ટ તેમજ શાસ્ત્રોક્ત પ્રમાણ અને ઢગલાબંધ ટિપ્પણો અને બીજા સેંકડો વિષયો અનેક ગ્રન્થોમાંથી તારવીને આપ્યા છે.
સુંદર મુદ્રણ અને સરસ ગેટઅપ પુસ્તકના સુશોભિતપણામાં વધારો કરે છે.
આ ગ્રન્થમાં ૭૦ ચિત્રો આપવામાં આવ્યાં છે, તેમાં આકાશ, દેવલોક, મનુષ્યલોક અને નરક પૃથ્વીના જુદા જુદા વિભાગના ચિત્રો, જુદા જુદા નિવાસસ્થળો, જ્યોતિષચક્ર, તથા સુર્ય ચન્દ્ર મંડળનાં સંખ્યાબંધ ચિત્રો તેમજ બીજાં અનેક વ્યવસ્થિત ઢબે ભાષાંતરકારે એલ. મુજબ આલેખેલાં, અને મોટે ખર્ચે તૈયાર થએલાં હૂબહુ ચિત્રો જોતાં જ આ પુસ્તક પાછળ છે લેવાયેલી જહેમતનો ખ્યાલ આવી જાય છે. વિદ્યાર્થીઆલમને તો આ ભારે આશીર્વાદરૂપ થઈ હૈ પડે તેવું છે.
આ પુસ્તકમાં વિવિધ ઢબે છપાયેલાં માહિતીપૂર્ણ ૧૨૪ યંત્રો એ પુસ્તકની ઉપયોગિતામાં હું ખૂબ વધારો કરે છે.
જનતા સમક્ષ આવું સુંદર ગુજરાતી ભાષાંતરવાળું પુસ્તક રજૂ કરવા બદલ પ્રકાશકોને આ ધન્યવાદ ઘટે છે.
દૈિનિક “સંદેશ” પત્ર અમદાવાદ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org