________________
આની સમાલોચના ખરેખરી રીતે તો મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ જેવા વિદ્વાનું હૈ મુનિવરો કે પંડિતો જ કરી શકે, તેવો આ ગ્રંથનો વિષય છે, અમે તો માત્ર અલ્પમતિથી પણ છે કંઈક સમાલોચના માટે લખ્યું છે.
વિદ્વાન મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજના હાથે આ ગ્રંથની જે શૈલી છે તે જ પ્રમાણે આવા અભ્યાસના સંદર ગ્રંથો તેઓ લખી જૈન સમાજ ઉપર વિશેષ ઉપકાર કરે તેવું અંતઃકરણથી ઈચ્છીએ છીએ.
દિર્ઘજીવી માસિક પત્ર જૈન આત્માનંદ પ્રકાશ” ભાવનગર.]
એકાવન પૃષ્ઠ ઉપર ઉપોદુઘાત પણ શ્રી યશોવિજયજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ લખેલ છે, આમાંથી ઘણું જાણવાનું મળે છે. વાયરલેસ, રેડિયો, ફોનોગ્રોફ, યંત્રોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સમન્વય, જલ-વાયુનું એકીકરણ-પૃથક્કરણ ફોટોગ્રાફ અને ટેલીવિઝન, આર્ય સંસ્કૃતિના વિકાસમાં જૈન પ્રજાનો ફાળો, જૈન સમાજનું નૂતન કર્તવ્ય વગેરે વિષયો આમાં ખૂબ વિચારવા જેવા છે. ખાસ કરીને પાશ્ચાત્ય અને શાસ્ત્રીય માન્યતા સાથે વિસંવાદ તો ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે.
આ ગ્રન્થમાં ચિત્ર કલાને સુંદર સ્થાન મળ્યું છે. *
આ બહત સંગ્રહણીની રચના અજાયબીભરી કરી છે. આ ઉપકારક મહાગ્રંથમાં એકસો સત્યાવીસ તો યંત્રો આપેલા છે, સિત્તેર જેટલાં આકર્ષક ચિત્રો પણ મૂકેલાં છે, એથી આ મહાગ્રન્થ સમજવામાં ભારે સરળતા થાય છે.
આ મહાગ્રન્થ જૈનબંધુઓ માટે ઘણો જ ઉપકારક છે. આમાંથી ઘણું જાણવાનું મળી આવે છે. આ ગ્રન્થનો વિશેષાર્થ લખવામાં શ્રી યશોવિજયજી મહારાજે ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. શ્રી યશોવિજયજી મહારાજનું શાસ્ત્રીય જ્ઞાન બેહમાન ઉપજાવે છે. આ પ્રયત્ન હરેક રીતે સફળ થયો છે; એથી અમે લાગતા વળગતા તમામને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ.
[દૈનિક પત્ર મુંબઈ સમાચાર'માં પ્રગટ થએલા
દોઢ કલમના અભિપ્રાયમાંથી જરૂરી ભાગ].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org