________________
[ ૧૨૦ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
* જ્યારે ઉપરોક્ત વિગતોનું જાણપણું આજના વિજ્ઞાનને જરાપણ થયું નથી. અબજો જ નહિ પણ અસંખ્યવાર અબજોના અબજો માઈલમાં ઊંચે ને ઊંચે આકાશ કે અવકાશ વિસ્તાર પામેલું છે, એ
બાબતમાં વૈજ્ઞાનિકોને ખ્યાલ મલ્યો છે કે કેમ ! તે મને જાણવા મળ્યું નથી. ૧૦. જૈન જ્યોતિષચક્ર આપણી ધરતીથી ઊંચે ૭૯૦ યોજના ગયા પછી શરૂ થાય છે, અને ૧૧૦
યોજનમાં ગ્રહો, નક્ષત્ર, તારા બધું સમાપ્ત થાય છે.
* જ્યારે વિજ્ઞાન એ પ્રમાણે માનતું નથી. ૧૧. જૈનો ગ્રહોને ઉપરાઉપરી રહેલા માને છે અને એક પ્રહથી બીજા ગ્રહ વચ્ચે બહુ જ ઓછું માપ
દર્શાવે છે. * જ્યારે વિજ્ઞાન પ્રાયઃ ગ્રહોને ઉપરાઉપરી છે, એવું ઓછું માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ
વચ્ચે લાખોકરોડો. અબજો માઇલનું અંતર બતાવે છે. ૧૨. જૈનો સૂર્ય, ચંદ્ર વગેરેનું બનેલું જ્યોતિષચક્ર મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું અવિરત ગતિ ક્ય કરે
છે એમ માને છે. * જ્યારે વિજ્ઞાને આ બધાના કેન્દ્રમાં સૂર્ય માન્યો છે. સૂર્યને કેન્દ્રીય રાજા બનાવ્યો છે અને તમામ પ્રહ ચર સૂર્યને ફરતા બતાવ્યા છે એમ માને છે. જેને વૈજ્ઞાનિકો સૂર્યમંડળ કે સૂર્યમાળા કહે છે.
૪ ગુરુત્વાકર્ષણની શેષ વાત જ આ વિજ્ઞાનપૂર્તિના ૧૩માં પૃષ્ઠમાં ગુરુત્વાકર્ષણની વાત લખી છે. આ ગુરુત્વાકર્ષણની વાત આપણે ત્યાં જાણવા મળી નથી. આ વાત સાચી છે કે ખોટી તે વાત વિજ્ઞાનની દૃષ્ટિએ પણ પ્રશ્નાર્થક બની છે. - જે લોકો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત યુરોપના વૈજ્ઞાનિકો પૈકી ન્યૂટને શોધી કાઢ્યો છે એવું સમજે છે તેઓ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ખોટો છે એવું માને તે સ્વાભાવિક છે. વૈજ્ઞાનિકો પ્રત્યે નફરત અને અવિશ્વાસ ધરાવતા હોવાથી જણાવું કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે ચુંબકીય અસરની બાબત. પંદરસો વર્ષ ઉપર થએલા ભારતીય વૈજ્ઞાનિક ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણીના ગ્રન્થમાં ગોળાધ્યાયમાં માઇવિત્ત મહીતયા યદુ વગેરે લખી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ૧૫૦૦ વર્ષ પહેલાં રજૂ કર્યો છે. (જે વાત ૧૩માં પૃષ્ઠમાં જણાવી છે.)
ભાસ્કરાચાર્યે ૧૫૦૦ વર્ષ પહેલાંના પ્રાચીનકાળમાં જ્યારે મહત્ત્વની કોઈ વૈજ્ઞાનિક શોધો યાત્રિક સાધનોના અભાવે શોધી શકાતી ન હતી, એવા સમયે ભાસ્કરાચાર્યે કઈ શક્તિ દ્વારા પૃથ્વીમાં આકર્ષણ-ચુંબકીય શક્તિ છે એવું શોધી કાઢ્યું હશે? તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. દુનિયાના કોઈ વૈજ્ઞાનિકે આ શોધ કરી નથી. સેંકડો વરસ બાદ આખી પૃથ્વી ચુંબકીય વાતાવરણ વચ્ચે ઘેરાયેલી છે. આ વાત ન્યૂટને શોધી કાઢી છે. ગુરુત્વાકર્ષણના સિધ્ધાન્તને આજે કેટલાય વૈજ્ઞાનિકોએ દલીલો પૂર્વક માનવાનો ઇન્કાર કર્યો છે. થોડાં વર્ષ ઉપર કટિકના હુબલી ખાતેના એક વૈજ્ઞાનિક નવીન કે. શાહે પણ આ નિયમને પડકાર્યો છે, અને ન્યુ યુનિવર્સલ લો (નવો વિશ્વ નિયમ) રજૂ કર્યો છે. નવીન શાહે જણાવ્યું છે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત બધે જો લાગુ પડતો હોત તો વિશ્વ સંકોચાઈ જવું જોઇએ, એને બદલે વિશ્વ વિસ્તૃત બનતું હોય તેમ દેખાય છે. ૨૩ વર્ષ આકાશમાં નિરીક્ષણ કર્યા પછી એમને આ રજૂઆત કરી છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org