________________
| ૧૧૭ ]
કરી રહ્યું છે. કરોડો માઇલ છેટેથી પાયોનિયરમાં ચાલુ રહેલો રેડિયો પૃથ્વી ઉપર અમેરિકન વૈજ્ઞાનિકોને સંકેતો મોકલી રહેલ છે.
* આલ્બર્ટ આઇન્સ્ટાઇને નવ ગ્રહ ઉપરાંત દશમો ગ્રહ પણ છે એવું પોતાના અનુમાન દ્વારા કહ્યું હતું. તે નક્કી કરવા થોડાં વરસો પહેલાં પાયોનિયરને મોકલવામાં આવ્યું હતું. પાયોનિયર અત્યારે તો આકાશમાં દશેક અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. કલાકના ૪૮૦૦૦ માઇલની ગતિએ તે ધસી રહ્યું છે.
* જૈન વાચકો ! આ નાનકડી પાયોનિયરની વાત ઉપરથી સમજી શકાશે કે આકાશમાં એકબીજા ગ્રહો વચ્ચે કલ્પી ન શકાય એવાં અંતરો પડયાં છે. આ સ્થિતિમાં જૈન ખગોળ સાથે શી રીતે સમન્વય થઇ શકે ? વિજ્ઞાન ગ્રહોને અનેક ચંદ્રનો પિરવાર છે એમ માને છે, એટલે ચંદ્ર અનેક છે. ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો માને છે.
* રશિયાએ હમણાં ઘણું મોટું દૂરબીન બનાવ્યું. એની જોવાની શક્તિ એટલી બધી પાવરફૂલ છે કે આકાશમાં ૧૫૦૦૦ માઇલ ઊંચે એક સળગતી મીણબત્તીને જોઇ શકે છે. એક જ સેકન્ડમાં લાખો બાબતો જણાવી શકતું કોમ્પ્યુટર બનાવ્યું છે.
* કોમ્પ્યુટરની શોધ એ અજબગજબની શોધ છે. અનેક જાતનાં, અનેક વિષયનાં કોમ્પ્યુટર બની ગયાં છે. એક દિવસ એવો આવશે કે વિશ્વનો બધો વ્યવહાર કોમ્પ્યુટરો જ ચલાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી પંચભૂત તત્ત્વો દ્વારા દિન-પ્રતિદિન નવા નવા આવિષ્કારો અને ચમત્કારો સર્જી રહ્યા છે. કોમ્પ્યુટર મશીન સામે તમો ગુજરાતીમાં બોલો. તમારે તે ગુજરાતીનું તરત જ હિન્દી જોઇતું હોય તો બટન દબાવો એટલે અંદરથી એક સાથે મશીનની અંદર જ ભાષાંતર છપાઇને બહાર આવી જાય. પ્રાયઃ પાંચેક ભાષામાં ભાષાંતરો થઇ શકે છે. કેવી ગજબની આ રચના છે ! કોમ્પ્યુટરોની માહિતી, ચમત્કારો અહીં ટૂંકમાં લખવા બેસું તો ઘણાં પાનાં થઇ જાય જેથી મુલતવી રાખું છું.
* અણુ-પરમાણુ વિજ્ઞાન
* પરમાણુ અને અણુની વાતો જૈન ગ્રન્થોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. પ્રથમ જર્મન વૈજ્ઞાનિકો અણુમાં શક્તિનો કેટલો અગાધ ભંડાર ભરેલો છે તેનો પ્રથમ ખ્યાલ બીજા વિશ્વયુદ્ધના અન્ને મેળવી ચૂકયા હતા. ત્યાં એકાએક લડાઇનો અંત આવ્યો અને જર્મન વૈજ્ઞાનિકોને વિજેતા બનેલા અમેરિકા અને રશિયા પોતપોતાના દેશમાં ઉપાડી ગયા. અમેરિકામાં પહોંચેલા જર્મન વૈજ્ઞાનિકોએ બાકી રહેલું અણુનું સંશોધન પૂરૂં કર્યું અને તેમાંથી પ્રચંડ ગરમીના ભંડારસમા અણુબોમ્બનું સર્જન કર્યું.
વૈજ્ઞાનિકોએ એક જ અણુમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનાં અણુ-પરમાણુઓ કેવી રીતે રહ્યાં છે તેનું વિજ્ઞાને ભગીરથ સંશોધન કર્યું છે અને તેની કલ્પના ન આવે તેવી થિઅરી સર્જી છે. તેની ગતિ-શક્તિનાં માપ નીકળ્યાં છે અને આ અણુ સંશોધને તો વિજ્ઞાનના ઘણા દરવાજા ખોલી નાંખ્યા છે. આ તો ભૌતિક દૃષ્ટિએ અણુશક્તિની વાતનો ઇશારો કર્યો પણ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અણુ-પરમાણુ શું છે ? તેનાં બનેલાં સ્કંધો વગેરે શું છે ? તે ઉ૫૨ જૈન વિદ્વાનો સારો પ્રકાશ પાથરી શકે.
જૈનધર્મમાં અતિ જંગી માપને માપવા માટે એક લોખંડના ગોળાની વાત આ સંગ્રહણી ગ્રન્થમાં પૃષ્ઠ નંબર ૫૧૩માં લખી છે તે જોવી. આજનાં રોકેટો, ઉપગ્રહો કે યાનો આ ગોળાની ગતિ પાસે સાવ સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org