________________
[ ૧૦૪ ) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પરદેશીઓએ ભૂગોળ-ખગોળની માન્યતા ઊભી કરી છે, પરદેશીઓએ જાણીજોઇને આ માયાજાળ ઊભી કરી છે, એવું એકાંતે માણી લેવું બરાબર નથી.
ગેલેલિયોએ જ્યારે જાહેર કર્યું ત્યારે તેની નજરમાં આ ભારત ન હતું અને ભારતની પ્રજા પણ ન ' હતી. ભારતનાં શાસ્ત્રો પણ ન હતાં. ૫૦૦ (પાંચસો) વરસ પહેલાંની આ વાત છે. એ જમાનામાં અને એ જમાના પછી પણ સેંકડો વર્ષ સુધી એમની માન્યતા ભારત પહોંચે તે પણ શક્ય ન હતું. આ એક વાત.
બીજી વાત એ કે એ જમાનામાં જૈનધર્મ શું હિન્દુ ધર્મ શું એવા કશા ખ્યાલો પહોંચ્યા ન હતા. વૈજ્ઞાનિકોના મન ઉપર આવા ખ્યાલો હોતા પણ નથી. જે લોકો ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ ગેલેલિયોએ આ માન્યતા ઊભી કરી છે તેમ કહે છે. તો હું પુછું છું કે ગેલેલિયોએ પોતાનું જ ધર્મશાસ્ત્ર જેમાં ઇસખ્રિસ્તની વાણી સંઘરાએલી છે, જેનું નામ બાઇબલ છે, એ બાઈબલને પણ ખોટું પાડયું તો તેનું શું ? બાઈબલની માન્યતા ભારતીય માન્યતા મુજબની જ છે. તો એ ક્રિશ્ચિયન વૈજ્ઞાનિકે પોતાનું ધર્મશાસ્ત્ર ખોટું પડશે એનો વિચાર કર્યા વિના પોતાનાં સંશોધનને મહત્ત્વ આપીને એ વાત જગજાહેર કરે ત્યારે માત્ર ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ કર્યું છે તેવો આક્ષેપ શી રીતે કરી શકાય? અને ઉપર કહ્યું તેમ બાઇબલની માન્યતાને ખોટી પાડી એટલે તો તેને મારી નાંખવામાં આવ્યો.
પ્રશ્ન- આર્યભટ્ટના સમયમાં આ માન્યતા જોરશોરથી પ્રસરી હશે ત્યારે આપણાં પોતાનાં શાસ્ત્રો ખોટી વાત કરે છે એવું માનતા જૈન લોકોની શ્રદ્ધા ધર્મશાસ્ત્રો ઉપરથી ઊઠી ગઈ હશે એવું ખરું?
ઉત્તર- સમાજમાં હંમેશા જાતજાતની શ્રદ્ધાવાળા માણસો હોય જ છે. કાચી શ્રદ્ધાવાળા, અપરિપક્વ શ્રદ્ધાવાળા, ઉત્તમ શ્રદ્ધાવાળા, અલ્પ બુદ્ધિવાળા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પણ હોય છે. ઉત્તમ કક્ષાથી નીચી કક્ષાના લોકો થોડાઘણા દોરવાઈ ગયા હોય એવું બને છતાં લોકોને પોતાના ઈશ્વર ઉપર, પોતાના ધર્મપ્રણેતા ઉપર એટલી બધી દઢ શ્રદ્ધા હોય છે કે એમણે લખેલી માન્યતા પ્રત્યે અપરિપક્વ માણસોનાં મનમાં કદાચ સંદેહ થાય કે આ સાચું કે ખોટું છતાં પોતાના ઈશ્વર પ્રત્યેની જામેલી શ્રદ્ધા અને માન્યતા છોડવા ભાગ્યેજ તૈયાર થાય છે. હા, અપવાદ હોઈ શકે છે.
પ્રશ્ન- આટલાં બધાં વરસો જૂની આર્યભટ્ટની માન્યતા હિન્દુઓથી ઉલટી હતી તો પછી હિન્દુઓએ અને જૈનોએ આ સામે વિરોધ ઊઠાવ્યો હશે ખરો?
ઉત્તર- આ બાબતમાં વાંધો ઉઠાવ્યાના કોઈ પુરાવા જાણવા મળ્યા નથી, અને એ વખતે તો વિરોધ કરવા માટેની અનુકુળતા પણ ન હતી. કેમકે વિરોધ કરવાનાં સાધનો ત્યારે ઉપલબ્ધ ન હતાં, ત્યારે વિરોધની પત્રિકા કે પુસ્તક કાઢવા માટે કોઇ પ્રેસ ન હતો, છાપાં ન હતાં, ટપાલ ન હતી. એ જમાનામાં વિરોધ કરવો હોય તો રૂબરૂ મળીને શાસ્ત્રાર્થ કરાતો હતો અથવા તેની નકલો બીજાને પહોંચાડાતી હતી, એટલે વિરોધની સંખ્યા બહુ ટૂંકી રહેતી હતી. આમ છતાં બ્રહ્મગુપ્ત જેવા ખગોળ-ગણિતશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકમાં આર્યભટ્ટની વાતનું ખંડન કર્યું હતું છતાં જીવનના અંતિમકાળમાં તેમણે આર્યભટ્ટનો મત સ્વીકાર્યો હોવાની વાત પણ મળે છે.
પ્રશ્ન- આર્યભટ્ટે જે મત પ્રવતવ્યો એમાં જૈનગ્રન્થોમાં એ મતનો કોઇ ઉલ્લેખ કે કોઇ અભિપ્રાય નોંધાયો છે ખરો? ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org