________________
"
[ ૯૬ )
નાનો થતો ગયો અને કચ્છથી મેઘાલય સુધીની રેખાની ઉત્તરે જે સમુદ્ર હતો તે વિસ્તરતો ગયો. તે પછી ૪૪ કરોડથી પ૦ કરોડ વર્ષ પહેલાંના ભરતખંડમાં દક્ષિણ ભારતના સમુદ્રનો લોપ થયો.
૨૨ કરોડથી ૨૮ કરોડ વર્ષ પહેલાં ભરતખંડના ટુકડા થઇ ગયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત વગર સમુદ્રમાં હતા અને આ સમુદ્ર ભરતખંડના બે ટુકડા કરીને આસામમાં જતો હતો. આપણે એમ કહી શકીએ કે આસામમાં અને ગુજરાતમાં તેલ બનાવનાર જીવો અને વનસ્પતિ આ સમયે કામે લાગી ગયાં હતાં. ૧૮ કરોડથી ૧૨૨ કરોડ વર્ષ પહેલાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમુદ્રમાંથી બહાર આવી ગયાં હતાં, પરંતુ ૧૩ કરોડથી ૧૮ કરોડ વર્ષ પહેલાં તેઓ ફરીથી ડૂબી ગયા હતા. આ બધા સમય દરમિયાન ટાપુ તરીકે લેકાનું અલગ અસ્તિત્વ ન હતું, તે દક્ષિણ ભારત સાથે જોડાયેલ હતો.
સાત કરોડથી ૧૩ કરોડ વર્ષ પહેલાં ભરતખંડમાં ફરીથી પ્રચંડ ઉત્પાતો થયા. આજે હિમાલય છે ત્યાં સમુદ્રમાંથી જ્વાળામુખીઓ ભભુકતાં હતાં. સૌરાષ્ટ્રમાં જ્યાં ત્યાં ધરતીમાં તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ તળ ગુજરાતનો ઘણો પ્રદેશ દરિયામાં ડર્બી ગયો હતો. લંકાનો ટાપુ ભારત સાથે સર્વ રીતે હજી જોડાયેલ હતો અને ગુજરાતના કાંઠાથી લંકા સુધી સમુદ્ર ન હતો. ધરતીનો વિશાળ ખંડ આફ્રિકા ભણી પથરાતો હતો. મહારાષ્ટ્ર (દખ્ખણ), વિંધ્યપ્રદેશ, છોટાનાગપુર (દક્ષિણ બિહા૨) વગેરે પ્રદેશોની ધરતીમાં તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો. પાકિસ્તાન, કાશ્મીર, હિમાલય વગેરે બધા સમુદ્રમાં ડૂબેલા હતા. બંને બંગાળ અને આસામ પણ સમુદ્રમાં હતાં. આ યુગમાં પણ કુદરત તેલ બનાવવાની પ્રક્રિયા કરી રહી હતી.
આશરે છ કરોડ વર્ષ પહેલાં વિંધ્યાચલની ઉત્તરના છીછરા ટીથીસ (ભૂમધ્ય) સમુદ્રમાંથી હિમાલય ઉંચકાયો. દક્ષિણના ભૂપૃષ્ઠના ઉત્તરમાં ગતિ થવાથી અને ઉત્તરના ભૂપૃષ્ઠ સાથે અથડાવવાથી ટીથીસનું તળિયું બેવડાઈને ઊંચકાઈ રહ્યું હતું. આ હિલચાલ દરમિયાન આજે નર્મદા અને તાપી છે ત્યાં પણ ભંગાણ પડ્યું. તેથી તેમાં પાણી વહેતું થયું અને એ રીતે નર્મદા અને તાપીનો જન્મ થયો.
ચાર કરોડથી સાત કરોડ વર્ષ પહેલાં ગુજરાતનું નામનિશાન ન હતું. મુંબઇથી કાશ્મીર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો. બંગાળ અને આસામમાં પણ. | દોઢ કરોડથી ચાર કરોડ વર્ષ પહેલાં આ સમુદ્રો પીછેહઠ કરવા લાગ્યા. મધ્ય-સૌરાષ્ટ્ર સમુદ્રમાંથી ટાપુરૂપે બહાર આવ્યું. દક્ષિણ ભારત અને લંકા વચ્ચેની ધરતી સમુદ્રમાં ડૂબી ગઈ અને લંકા ટાપુ બન્યો. કચ્છ, સિંધ, પશ્ચિમ રાજસ્થાન અને બંગાળ હજી સમુદ્રમાં ડૂબેલા હતા.
બે લાખથી ૧૪૦ લાખ વર્ષ પહેલાં ભરતખંડ આજનો આકાર ધારણ કરી રહ્યો હતો. સિંધ, પંજાબ અને ઉત્તરપ્રદેશથી આસામ સુધી શિવાલિક મહાનદ નામનો મીઠો મહેરામણ હતો. લંકા અલગ થઇ જવાથી જ્યારે સાઇબિરિયામાંથી ચીન અને આસામના માર્ગે વાઘ આપણા દેશમાં આવ્યા ત્યારે દક્ષિણ ભારતમાં ઠેઠ સુધી ફેલાયા. પરંતુ વચ્ચે સમુદ્ર હોવાથી લંકા જઈ શક્યા નહિ. આથી આજે પણ લંકામાં વાઘ નથી દીપડા છે. સૌરાષ્ટ્ર બેટ હતો પણ ગુજરાતનો મોટોભાગ સમુદ્રમાં હતો. ભરતખંડનો ઘણો પૂર્વ કાંઠો સમુદ્રમાં ડૂબેલો હતો.
બે લાખ વર્ષ ઉપર હિમયુગ તેની પરાકાષ્ઠાએ હતો ત્યારે માણસ પ્રગટી ચૂકયો હતો. હિમયુગના ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org