________________
આયુષ્યનો અભાશકાળ તેમજ અંતસમયની વ્યાખ્યા बंधंति देव-नारयअसंखनरतिरि छमाससेसाऊ । परभवियाउ सेसा, निरुवक्कमतिभागसेसाऊ ॥३२७॥ सोवक्कमाउआ पुण, सेसतिभागे अहव नवमभागे ।
सत्तावीसइमे वा, अंतमुहत्तंतिमे वा वि ॥३२८॥
દેવ, નારક અને અસંખ્યવષયુષી (યુગલિક) તિર્યંચ મનુષ્યો ચાલુ આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે. બાકીના જીવોમાં નિરૂપક્રમાયુષ્યવાળા જીવો ચાલુ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે. સોપક્રમાયુષ્યવાળા જીવો ત્રીજે ભાગે, નવમે ભાગે, સત્તાવીશમે ભાગે અથવા છેલ્લું અત્તમુહૂર્ત બાકી રહ્ય થકે પરભવાયુષ્ય બાંધે. (૩૨૭–૩૨૮)
जइमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय, वक्क चउपंचसमयंता ॥३२६॥ उज्जुगइपढमसमए, परभविअं आउअं तहाऽऽहारो । वक्काए बीअसमए, परभविआउं उदयमेइ ॥३३०॥ इगदुतिचउवक्कासुं, दुगाइसमएसु परभवाहारो ।
दुगवक्काइसु समया, इग दो तिनि अ अणाहारा ॥३३१॥
જેટલાયે ભાગે (અર્થાત્ જ્યારે) આયુષ્યનો બન્ધ થયો હોય ત્યાંથી લઈ પરભવનું આયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો વચલો કાળ અબાધાકાળ કહેવાય. અંત સમય એટલે મરણ સમય, તે અંતસમયે પરભવમાં જતા જીવને બે પ્રકારની ગતિ હોય છે. એક સમયની તે જુગતિ અને બે ત્રણ અથવા ચાર-પાંચ સમયની તે વજાગતિ. મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન દિશામાં અને તે પણ સમશ્રેણીમાં હોય તો આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્યાં પહેલા સમયે જ આત્મા પહોંચી જાય છે. ત્યાં પહોંચતા પરભવના આયુષ્યનો ઉદય થાય છે તેમજ આહાર ગ્રહણ કરે છે. વક્રાગતિમાં (સ્થૂલથી) બીજા (પણ નિશ્ચયથી પ્રથમ) સમયે પરભવના આયુષ્યનો ઉદય થાય છે. એક—બે–ત્રણ અને ચાર વક્રામાં બીજા ત્રીજા વગેરે સમયોમાં પરભવ સંબંધી આહાર હોય છે. બે વક્રામાં એક સમય, ત્રણ વક્રામાં બે સમય અને ચાર વક્રામાં ત્રણ સમય અણાહારી છે. (૩૨૯–૩૩૦–૩૩૧).
बहुकालवेअणिजं, कम्मं अप्पेण जमिह कालेणं । वेइज्जइ जुगवं चिअ, उइन्नसव्वप्पएसग्गं ॥३३२॥ अपवत्तणिजमेयं आउं, अहवा असेसकम्मं पि । . बंधसमएवि बद्धं, सिढिलं चिअ तं जहाजोग्गं ॥३३३॥
ઘણાકાળે ભોગવવા યોગ્ય જે આયુષ્યકર્મ અપવર્ણના કરણવડે સર્વ આત્મપ્રદેશોમાં ઉદયમાં આવ્યું થયું અલ્પકાળમાં ભોગવાઈ જાય તે આયુષ્ય અપવર્ણનીય કહેવાય. આ પ્રમાણે એકલા આયુઃ કર્મ માટે જ અપવર્ણના ન સમજવી, પરંતુ બીજા સર્વકર્મો માટે પણ જાણવું. લાંબા વખત સુધી ભોગવવા યોગ્ય છતાં નિમિત્તવડે અલ્પ સમયમાં ભોગવાઈ જાય તેનું કારણ એ છે કે બંધ વખતે તે તેવા પ્રકારનું શિથિલ બંધવાળું જ બંધાયેલ છે. (૩૩૨-૩૩૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org