________________
નરક જીવોની ઉત્કૃષ્ટ-જઘન્ય આયુષ્યસ્થિતિ
* હવે બીજો નરકાધિકાર છે इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिनि सत्त-दस-सत्तर, अयर बावीस-तित्तीसा ॥२०१॥
એ પ્રમાણે દેવોની સ્થિતિ વગેરે કહ્યું, હવે નારકીને અંગે સ્થિતિ વગેરે કહીશ. પહેલી નરકમાં એક સાગરોપમ, બીજીમાં ત્રણ, ત્રીજીમાં સાત, ચોથીમાં દશ, પાંચમીમાં સત્તર, છઠ્ઠીમાં બાવીશ, અને સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. (૨૦૧)
सत्तसु पुढवीसु ठिई, जिट्ठोवरिमा य हिट्ठपुहवीए । होइ कमेण कणिट्ठा, दसवाससहस्स पढमाए ॥२०२॥
સાતે નરકમાં ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીઓમાં અનુક્રમે જઘન્યસ્થિતિ જાણવી. અને પહેલી રત્નપ્રભામાં દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ છે. (૨૦૨)
नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो ।
एगेगभागवुड्डी, जा अयरं तेरसे पयरे ॥२०३॥
પહેલી નારકીના પ્રથમ પ્રતરમાં નેવું હજાર વર્ષની આયુષસ્થિતિ, બીજા પ્રતરમાં નેવું લાખ વર્ષની, ત્રીજા પ્રતરમાં પૂર્વક્રોડ વર્ષની, ચોથા પ્રતરમાં એક દશાંશ સાગરોપમની, પાંચમા પ્રતરે સાગરોપમ, છ 3 સાગરોપમ, સાતમે સાગરોપમ, આઠમે સાગરોપમ, નવમે સાગરોપમ, દશમે છે સાગરોપમ, અગિયારમે ૪ સાગરોપમ, બારમે ૬ સાગરોપમ, અને તેરમા પ્રતરે સંપૂર્ણ એક સાગરોપમની સ્થિતિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૩)
इयजि? जहन्ना पुण, दसवाससहस्सलक्खपयरदुगे । सेसेसु उवरिजिट्टा, अहो कणिट्ठा उ पइपुढविं ॥२०४॥
હવે જઘન્યસ્થિતિ–પહેલીનરકના પહેલા પ્રતરમાં દશહજારવર્ષ બીજા પ્રતરમાં દશ લાખ વર્ષ. અને બાકીના. પ્રતિરોમાં ઉપરનાં પ્રતિરોની જે ઉત્કૃષ્ટ તે નીચેના પ્રતિરોમાં જઘન્ય જાણવી, અત્િ ત્રીજા પ્રતરે ૯૦ લાખ વર્ષની અને થાવત્ તેરમાં પ્રતિરે છે સાગરોપમની જઘન્ય આયુષ્યસ્થિતિ જાણવી. (૨૦૪)
उवरिखिइठिइविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । उवरिमखिइठिइसहिओ, इच्छिअपयरम्मि उक्कोसा ॥२०५॥
ઉપરની નરક પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિને નીચેની નરકમૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બાદ કરતાં જે શેષ રહે તેને ઇષ્ટનરકના પ્રતરોની સંખ્યાવડે ભાગ આપતા જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણતાં જે સંખ્યા આવે તે તેની ઉપરની નરકમૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે મેળવતાં ઇષ્ટ નરકના ઇષ્ટ પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય. (૨૦૫)
सत्तसु खित्तजविअणा, अन्नोन्नकयावि पहरणेहिं विणा । पहरणकयाऽवि पंचसु, तिसु परमाहम्मिअकया वि ॥२०६॥
સાતે નરકમાં ક્ષેત્રજ વેદના તથા અન્યોન્યકૃતવેદના અવશ્ય હોય છે, પ્રથમની પાંચ નરકમાં પ્રહરણ-શસ્ત્રકૃત વેદના ‘પણ છે, અને પ્રથમની ત્રણ નરકમાં તો પરમાધામીકૃત વેદના પણ છે એટલે એકંદર ચાર પ્રકારની વેદના છે. (૨૦૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org