________________
22
દેવોનું ગતિ-ગતિ તાર તથા સાયનું સ્વરૂપ छउमत्थसंजयाणं, उववाउक्कोसओ उ सबढे । तेसिं सहाणं पि य, जहनओ होइ सोहम्मे ॥१५७॥ लंतम्मि चउदपुब्बिस्स, तावसाईण वंतरेसु तहा ।
एसो उववायविही, नियनियकिरियठियाण सबोऽवि ॥१५८॥
છદ્મસ્થ સાધુ વધુમાં વધુ સવથિ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે છાસ્થ સાધુઓ તેમજ વ્રતધારી શ્રાવકો જધન્યથી પણ સૌધર્મદિવલોકમાં ઉપજે છે, ચૌદ પૂર્વધર જઘન્યથી લાંતકમાં ઉત્પન્ન થાય છે અને તાપસ વગેરેનો જઘન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. આ સર્વ જે ઉપપાત–ઉત્પન્ન થવાનો વિધિ કહ્યો તે પોતપોતાને યોગ્ય આચારમાં વર્તતા હોય તેને માટે સમજવો, પરંતુ આચારથી હીન હોય તેવાઓ માટે સમજવો નહિ. (૧૫૭-૧૫૮)
वजरिसहनारायं, पढमं बीअं च रिसहनारायं । नारायमद्धनारायं, कीलिया तह य छेवढं ॥१५॥ एए छ संघयणा, रिसहो पट्टो य कीलिया वजं । उभओ मक्कडबंधो, नाराओ होइ विडेओ ॥१६०॥
૧ વજૂઋષભનારાચ, ૨ ૦ષભનારા, ૩ નારાચ, ૪ અધનારા, ૫ કીલિકા અને ૬. છેવટ્ટે (સવાર) એ છ સંઘયણ છે. ઋષભ એટલે (હાડકાનો) પાટો, વજૂ એટલે ખીલી અને નારાચ એટલે મર્કટબંધ સમજવો. (૧૫૯-૧૬૦)
छ गम्भतिरिनराणं, संमुच्छिमपणिदिविगल छेवटुं ।
सुरनेरइया एगिं-दिया य सब्वे असंघयणा ॥१६१॥
ગર્ભજતિયચ તથા ગર્ભજ મનુષ્યને છ એ સંઘયણ હોઈ શકે છે, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને છેવટું સંઘયણ હોય છે અને દેવ, નારક તથા એકેન્દ્રિયો એ બધા સંઘયણ વિનાના છે. (૧૬૧)
छेवढेण उ गम्मइ, चउरो जा कप्प कीलिआईसु । चउसु दुदुकप्पवुडी, पढमेणं जाव सिद्धीवि ॥१६२॥
છેવટ્ટા સંઘયણવાળા વધુમાં વધુ ભવનપતિથી લઈ ચોથા મહેન્દ્ર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, કાલિકા સંઘયણવાળા લાંતક સુધી, અર્ધનારાચસંઘયણવાળા સહસ્ત્રાર સુધી, નારાચ સંઘયણવાળા પ્રાણત સુધી, ઋષભનારાચસંઘયણવાળા અશ્રુત સુધી તેમજ વજૂઋષભનારાચસંઘયણવાળા સર્વાર્થસિદ્ધ (યાવત્ મોક્ષ) સુધી જઈ શકે છે. (૧૬૨)
समचउरंसे निग्गोह, साइ वामण य खुज्ज हुंडे य । जीवाण छ संठाणा, सवत्थ सुलक्खणं पढमं ॥१६३॥ नाहीइ उवरि बीअं, तइअमहो पिढि-उअरउरवलं । सिर-गीव-पाणि-पाए, सुलक्खणं तं चउत्थं तु ॥१६४॥ विवरीअं पंचमगं, सव्वत्थ अलक्खणं भवे छटुं । गब्भयनरतिरिअ छहा, सुरासमा-हुंडया सेसा ॥१६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org