________________
ર૦.
બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત અધોભાગે સાતે નરક પૃથ્વી એક એક રાજ પ્રમાણ સમજવી, રત્નપ્રભાના ઉપરના તલીયાથી સૌધર્મ દેવલોકે આઠમો રાજ, મહેન્દ્ર દેવલોકે નવમો રાજ, લાન્તકના અંતે દશમો, સહસ્ત્રારે અગિયારમો, આરણ—અય્યતાને બારમો, નવરૈવેયકને અંતે તેરમો, અને સિદ્ધશિલાથી ઉપર લોકાન્ત ચૌદમો રાજ પૂર્ણ થાય છે. (૧૩૭)
भवण-वण जोइ-सोहम्मीसाणे सत्तहत्थ तणुमाणं । दु दु दु चउक्के गेविजऽणुत्तरे हाणि इक्किक्के ॥१३८॥
ભવનપતિ, વન્તર, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાન દેવલોકના દેવોનું સાત હાથનું શરીર પ્રમાણ હોય છે, ત્રીજે–ચોથે દેવલોકે છ હાથનું. પાંચમે–છટ્ટે પાંચ હાથનું, સાતમે આઠમે ચાર હાથનું, નવ-દશ-અગિયાર અને બારમા દેવલોકે ત્રણ હાથનું, નવરૈવેયકમાં બે હાથનું તથા અનુત્તર વિમાનમાં એક હાથનું દેવોનું શરીર હોય છે. (૧૩૮)
कप्पटुग दु-दु-दु-चउगे, नवगे पणगे य जिट्ठठिइ अयरा ।
दो सत्त चउदऽठारस, बावीसिगतीसतित्तीसा ॥१३॥
વૈમાનિકના પ્રથમ બે દેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમ, ત્રીજે–ચોથે સાત સાગરોપમ, પાંચમે–છ ચૌદ સાગરોપમ, સાતમ-આઠમે અઢાર સાગરોપમ, નવ-દશ-અગિયાર_બારમે બાવીશ સાગરોપમ, નવરૈવેયકમાં એકત્રીશ. સાગરોપમ અને પાંચ અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૧૩૯)
विवरे ताणिकूणे, इक्कारसगाउ पाडिए सेसा । हत्थिक्कारसभागा, अयरे अयरे समहियम्मि ॥१४०॥ चय पुबसरीराओ, कमेण एगुत्तराइ वुड्डीए ।
एवं ठिइविसेसा, सणंकुमाराईतणुमाणं ॥१४१॥
ઉપર-ઉપરના દેવલોકની અધિક સ્થિતિમાંથી નીચેનીચેના દેવલોકની ઓછી સ્થિતિ બાદ કરવી, બાદબાકી કરતાં જે આવે તેમાંથી પુનઃ એક સંખ્યા ઓછી કરવી, જે સંખ્યા આવે તેને એક હાથના અગિયાર ભાગો કલ્પી તે અગિયારમાંથી બાદ કરવી, જેટલા અગીયારીઆ ભાગો બાકી રહે તે ભાગોમાંથી એક એક ભાગને પૂર્વ–પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરવો, એટલે યથોક્ત પ્રતિસાગરોપમે ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ આવશે. એ પ્રમાણે સનત્ કુમાર વગેરે દેવલોકની સ્થિતિને અનુસારે શરીર પ્રમાણ જાણી લેવું. (૧૪૦–૧૪૧)
भवधारणिज्ज एसा, उक्कोस विउब्बि जोयणा लक्खं ।
વિઝ-syતું, ઉત્તરવેવિયા નત્યિ ૧૪રા
આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું, ઉત્તર વૈક્રિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક લાખ યોજનાનું છે, શૈવેયક તથા અનુત્તરમાં (શક્તિ છતાં પ્રયોજનના અભાવે) ઉત્તર વૈક્રિય હોતું નથી. (૧૪૨).
साहाविय वेउब्विय, तणू जहन्ना कमेण पारंभे ।
अंगुलअसंखभागो, अंगुलसंखिजभागो य ॥१४३॥
સ્વાભાવિક તથા ઉત્તર વૈક્રિયનું જઘન્ય પ્રમાણ અનુક્રમે અંગુલનો અસંખ્ય ભાગ તથા અંગુલનો સંખ્યામાં ભાગ જાણવું, આ પ્રમાણ શરીર રચનાના પ્રારંભમાં હોય છે. (૧૪૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org