________________
૧૮
બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત सत्तसया चत्ताला, अट्ठार कला य इय कमा चउरो ।
चंडा-चवला-जयणा, वेगा य तहा गइ चउरो ॥१२२॥
તે ઉદયાસ્ત અંતરને સાત વડે ગુણતાં ૬,૬૧,૬૮૬ યોજન ભાગ પ્રમાણ આવે, તથા નવ વડે ગુણતાં ૮,૫૦,૭૪૦ યોજન : ભાગ પ્રમાણ ગુણાકાર પ્રાપ્ત થાય. તે ચારે ગુણાકારની સંખ્યાને અનુક્રમે ચંડા, ચવલા, જયણા, અને વેગા એ ચાર પ્રકારની ગતિ સાથે યોજના કરવી. (૧૨૧-૧૨૨)
इत्थ य गई चउत्थिं जयणयरिं नाम केइ मन्नंति । एहिं कमेहिमिमाहिं गईहिं चउरो सुरा कमसो ॥१२३॥ विक्खंभं आयामं, परिहिं अभिंतरं च बाहिरियं । जुगवं मिणति छमास, जाव न तहावि ते पारं ॥१२४॥ पावंति विमाणाणं, केसिंपि हु अहव तिगुणियाए । कम चउगे पत्तेयं, चंडाई गईउ जोइजा ॥१२५॥ तिगुणेण कप्प चउगे, पंचगुणेणं तु अट्ठसु मिणिज्जा । -
गेविजे सत्तगुणेण नवगुणेऽणुत्तरचउक्के ॥१२६॥
કહેલી ચારે ગતિ પૈકી ચોથી વેગા નામની ગતિને કોઈક આચાર્યો વવનાન્સર’ ગતિ પણ કહે છે, હવે એ ચાર પ્રકારની ગતિમાંથી ચંડા ગતિવાળો ૨,૮૩,૫૮૦ યોજન - ભાગ જેવડા ડગલા વડે પૂર્વે કહેલા વિમાનો પૈકી કોઈ એક વિમાનની પહોળાઈ માપવાની શરૂઆત કરે, ચપલા ગતિવાળો ૪,૭૨,૬૬૩ યોજન છે જેવડા ડગલા વડે લંબાઈ માપે, જયણા ગતિવાળો ૬,૬૧,૬૮૬ યોજન જેવડા પગલા વડે વિમાનની અંદરનો ઘેરાવો માપે તથા વેગા ગતિવાળો ૮.૫૦,૭૪૦ યોજન દ જેવડા પગલા વડે બાહ્ય ઘેરાવો માપવાની શરૂઆત કરે અને માપતા માપતા છ મહિના થાય તો પણ તે વિમાનોની લંબાઈ–પહોળાઈ તથા બાહ્યાભ્યતર પરિધિનો પાર ન પામે. એટલાં મોટાં તે વિમાનો છે. અથવા કોઈક આચાર્યના મતે–ત્રણગણું, પાંચગુણ, સાતગુણ અને નવગુણે એ ચારની ચંડા વગેરે ગતિ સાથે યોજના કરવા સાથે ત્રણગુણા વડે પ્રથમના ચાર દેવલોક, પાંચગુણ વડે પછીના આઠ દેવલોક, સાતગુણ વડે નવરૈવેયક અને નવગુણ વડે ચાર અનુત્તરના વિમાનો માપવામાં આવે તો વિમાનોનો પાર પમાય છે. (૧૨૩–૧૨૪-૧૨૫–૧૨૬).
जोयणलक्खपमाणं, निमेसमित्तेण जाइ जे देवा ।
છબ્બાસે જ રામ, છ રનું નિ વિંતિ ૧૨૭ કિ જી. ૪ ૩૬]
કોઈ એક દેવ નિમેષ (આંખના પલકારા) માત્રમાં એક લાખ યોજનનું પ્રમાણ કરતો થકો સતત પ્રયાણ કરે તો છ માસે એક રાજના પારને પામે છે એમ શ્રી જિનેશ્વરદેવો કહે છે. (૧૨૭)
पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं । पणयाललक्खजोयण, लक्खं सबूवरिसव्वटुं ॥१२८॥
સૌધર્મ દેવલોકના પ્રથમ પ્રતરમાં મળે ઉડ નામનું ઈન્દ્રક વિમાને છે, તે પીસ્તાલીશ લાખ યોજનાનું તેમજ વૃત્તાકારે છે અને અનુત્તર વિમાનમાં સર્વથી ઉપર સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે તે એક લાખ યોજન પ્રમાણનું છે. (૧૨૮)
# ભવનદ્વાર પૂર્ણ થયું. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org