________________
સૂર-૧૩
સભાગ-ભાષાંતર
સૂરમું- પ્રત્યક્ષ ચિત્ર -રા અર્થ- અન્ય ત્રણ જ્ઞાન [અવધિ-મન:પર્યવ, કેવળ] પ્રત્યક્ષ પ્રમાણ છે.
भाष्यम्- मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत्प्रत्यक्षं प्रमाणं भवति । कुतः ?, अतीन्द्रियत्वात्, प्रमीयन्तेऽर्थास्तैरिति प्रमाणानि, अत्राह-इह अवधारितं "द्वे एव प्रमाणे प्रत्यक्षपरोक्षे" इति, अनुमानोपमानागमार्थापत्तिसम्भवाभावानपि च प्रमाणानीति केचिन्मन्यन्ते तत्कथमेतदिति, ગ્રોવ્યો, અર્થ- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછીના જે બીજા ત્રણ પ્રકારના જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. (પ્રશન) શાથી? (ઉત્તર) ઈન્દ્રયોની મદદવિના [આત્મપ્રત્યક્ષ] થતું હોવાથી [પ્રત્યક્ષપ્રમાણ છે] જેના દ્વારા પદાર્થો જાણી શકાય તે પ્રમાણ કહેવાય છે. અહીં શંકાકાર શંકા કરે છે કે અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણનું અવધારણ કરવામાં આવ્યું છે. પરન્તુ અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સમ્ભવ, અભાવ (વગેરે) એ પણ પ્રમાણ છે, એવું કેટલાક માને છે. તો તે કેવી રીતે ઘટી શકે? આનું સમાધાન આ રીતે કરવામાં આવે છે કે..
भाष्यम्- सर्वाण्येतानि मतिश्रुतयोरन्तर्भूतानि, इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्, किंचान्यत्- अप्रमाणाચેવ વા, અતઃ?, મિથ્યાતિનપuિહાuિીતોપવેશા અર્થ- આ બધા (અનુમાનાદિ) મતિયુતમાં (પરોક્ષમાં) અંતર્ભીત થઈ જાય છે. કારણકે ઈન્દ્રિય અને પદાર્થનો સંબન્ધ નિમિત્તભૂત હોવાથી [પરોક્ષમાં અંતર્ભત થઈ ગયા કહેવાય]. અથવા તે અપ્રમાણો જ જાણવા. (પ્રશ્ન) શાથી? (જવાબ) મિથ્યાદર્શનીએ ગ્રહણ કરેલા હોવાથી અને વિપરીત ઉપદેશ (પ્રરૂપણા)વાળા હોવાથી (અપ્રમાણ છે).
भाष्यम्- मिथ्यादृष्टेर्हि मतिश्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यते, नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति पुरस्ताद्वक्ष्यामः ॥१२॥ अत्राह-उक्तं भवता मत्यादीनि ज्ञानानि उद्दिश्य तानि विधानतो लक्षणतश्च पुरस्ताद् विस्तरेण वक्ष्याम इति, तदुच्यतामिति, अत्रोच्यतेઅર્થ- ખરેખર ! મિથ્યાદ્રષ્ટિનું મતિ-શ્રુત-અવધિજ્ઞાન નિશે અજ્ઞાન જ છે. એમ આગળ (સૂ. ૧-૩૨ માં) કહેવાશે. નયવાદના ભેદોની અપેક્ષાએ (તે પ્રમાણો) જે રીતે મતિ-શ્રુતજ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે રીતે આગળ (સૂ. ૧-૩૫ માં) કહીશું. II૧રા અહીં જિજ્ઞાસુ કહે છે કે તમે કહ્યું હતું કે મતિ આદિ જ્ઞાનો કહીને તેનાં ભેદ અને લક્ષણ આગળ (પછી) વિસ્તારપૂર્વક કહીશું'. તો તે કહો. (ઉત્તરકાર) કહેવાય છે અહીં.
सूत्रम्- मतिः स्मृति: संज्ञा चिन्ताऽऽभिनिबोध इत्यनान्तरम् ॥१-१३॥ અર્થ- મતિ, સ્મૃતિ, સંજ્ઞા,ચિન્તા, આભિનિબોધ તે પર્યાયવાચી શબ્દો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org