________________
૨૬૮
તત્વાર્થાધિગમ સૂત્ર
स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुख? मित्यत्र मे शृणु ॥२४॥
એમ હોય, (પરંતુ) આઠ કર્મનો નાશ કરેલા શરીર રહિત મુફતાત્માને સુખ શી રીતે સંભવે ? અહીં મારો જવાબ સાંભળો. (૨૪)
लोके चतुर्खिहार्थेषु, सुखशब्दः प्रयुज्यते। विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च ॥२५॥
આ લોકમાં વિષય, વેદનાનો અભાવ, વિપાક (કર્મફળ) અને મોક્ષ. આ ચાર અર્થમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. (૨૫)
सुखो वह्निः सुखो वायुर्विषयेष्विह कथ्यते। दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥
અમિ સુખકર છે, વાયુ સુખકર છે - અહીં વિષયોમાં સુખ શબ્દ કહેવાય છે અને દુઃખના અભાવમાં પુરુષ હું સુખી છું’ એમ માને છે. (અહીં વેદનાના અભાવમાં સુખ શબ્દ પ્રયોજાયો છે.) (૨૬)
पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम्। कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥२७॥
પુણ્યકર્મના વિપાકથી ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોથી થયેલું સુખ તે વિપાક સુખ) (અને) કર્મરૂપ કલેશોના છૂટવાથી મોક્ષમાં અનુપમ સુખ છે (તે મોક્ષમાં સુખ શબ્દ પ્રયોજાયો છે.) (૨૭)
(મોક્ષ સુખમાં મતભેદો)
सुखप्रसुप्तवत् केचिदिच्छन्ति परिनिर्वृतिम् । तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ॥२८॥
કેટલાક મોક્ષ (મોક્ષસુખ) ને સુખે સુઈ રહેલા માનવના સુખ) જેનું સુખ માને છે. પણ તે (નિદ્રા) માં ક્રિયાપણું (મન-વચન-કાયાના યોગ) હોવાથી અને સુખમાં તારતમ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org