________________
૨૬૬
તત્વાર્થાધિગમ સૂત્ર
अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते। कर्मण: प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ॥१५॥
એથી (ઉફત પ્રકારથી બીજી) ગતિમાં જે વિકૃતિ દેખાય છે તે ક્રિયા પ્રતિઘાત (અવરોધ) અને પ્રયોગ (પુરુષની પ્રવત્તિ) થી થાય છે. (૧૫)
अधस्तिर्यगथोवं च, जीवानां कर्मजा गतिः। उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥१६॥
જીવોની નીચી-તીર્દી અને ઉચીગતિ કર્મથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ સકલકર્મનો ક્ષય કરેલા જીવોની ઊર્ધ્વગતિ જ થાય છે. ૧૯ાા
द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्यारम्भवीतयः। समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ॥१७॥
જેમ દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ, પ્રવૃત્તિ અને નાશ એક સાથે થાય છે. તે જ પ્રમાણે સિદ્ધાત્માને (લોકાન્ત) ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સાથે થાય છે. ૧ળા.
उत्पत्तिश्च विनाशच्च, प्रकाशतमसोरिह। युगपद्भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः ॥१८॥
જેમ અહીં લોકમાં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એક સાથે થાય છે તે પ્રમાણે નિર્વાણ (ની ઉત્પત્તિ) અને કર્મ (નો વિનાશ) એક સાથે થાય છે. ૧૮
(સિદ્ધશિલાનું વર્ણન.)
तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूर्ध्नि व्यवस्थिता ॥१९॥
લોકને મસ્તકે પાતળી, સુંદર, સુગંધિ, પવિત્ર અને પરમ તેજસ્વી પ્રાગભારા' નામની પૃથ્વી રહેલી છે. (૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org