________________ 188 તત્વાધિગમ સૂત્ર અધ્યાય - 8 (જાણવા યોગ્ય છે.) Iણા सूत्रम्- चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा निद्रानिद्रा पचला प्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनी यानि च // 8-8 // અર્થ- ચક્ષુદર્શનાવરણ, અચદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રાને- વેદવું, નિદ્રા નિદ્રાને વેદવું, પ્રચલાને વેદવું, પ્રચલાપ્રચલાને વેદવું અને થિણદ્ધિને વેદવું એ નવ દર્શનાવરણીય પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ છે. भाष्यम्- चक्षुर्दर्शनावरणं अचक्षुर्दर्शनावरणं अवधिदर्शनावरणं केवलदर्शनावरणं निद्रावेदनीयं निद्रानिद्रावेदनीयं प्रचलावेदनीयं प्रचलाप्रचलावेदनीयं स्त्यानगृद्धिवेदनीयमिति दर्शनावरणं नवभेदं भवति // 8 // અર્થ- ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા વેદનીય, નિદ્રાનિદ્રા વેદનીય, પ્રચલા વેદનીય, પ્રચલા પ્રચલાવેદનીય અને સત્યાનગૃદ્ધિ (થિણદ્ધિ) વેદનીય. એમ દર્શનાવરણ કર્મ નવપ્રકારે છે. દા. सूत्रम्- सदसवेद्ये // 8-9 // અર્થ- શાતા અને અશાતા (એમ) વેદનીય બે ભેદે છે. भाष्यम्- सद्वेद्यं असद्वेद्यं च वेदनीयं द्विभेदं भवति // 9 // અર્થ- સુખના અનુભવ રૂપ (શતાવેદનીય) અને દુઃખના અનુભવરૂપ (અશાતા વેદનીય) એમ બે પ્રકારે વેદનીય કર્મ છે. લા सूत्रम्- दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायवनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलन विकल्पाश्चैकशः क्रोधमानमायालोभाः हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदाः - II૮-૨ના અર્થ- (મોહનીય બે ભેદે છે.) (1) દર્શન મોહનીય (2) ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય ત્રણ ભેદવાળું છે. (1) સમ્યકત્વ મોહનીય (2) મિથ્યાત્વ મોહનીય (3) તદુભય(મિશ્ર) મોહનીય. ચારિત્ર મોહનીય બે ભેદવાળું છે (1) કષાયવેદનીય, (2) નોકષાયવેદનીય. કષાયવેદનીય સોળભેદવાળું છે. (1) ક્રોધ, (2) માન, (3) માયા (અને 4) લોભ. એક-એક (1) અનંતાનુબંધી, (2) અપ્રત્યાખ્યાનાવરણીય (3) પ્રત્યાખ્યાનાવરણીય (અને 4) સંજવલન ભેદવાળા. (એમ 484 = 16 ભેદ.) -(અને) નોકષાયવેદનીય- (1) હાસ્ય, (2) રતિ, (3) અરતિ, (4) શોક, (5) ભય, (6) જુગુપ્સા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org