SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકોપને પડકાર ગણી હિમ્મતથી ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. (૧) ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસા પહેલાં જ મરામત કરી આપ્યાં. (૨) જમીનદોસ્ત બનેલ નિનામા ગામની બાજુમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો તથા સંપૂર્ણ જરૂરિયાત સાથે સુંદર ગામ ઊભું કર્યું અને તેનું નામ “લાડકપુર” આપવામાં આવ્યું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદ બુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળાની શરૂઆત થઈ હતી. તે જગ્યા નાની પડવાથી આ પ્રવૃત્તિ માટે આશ્રમની બાજુમાં નવી જગ્યા ખરીદવામાં આવી કે જ્યાં ૧૦,૦૦૦ ચો.ફૂટ મોટું અધ્યતન મકાન બાંધવામાં આવ્યું. આખાય ગુજરાતમાં સૌથી આધુનિક, સાધન તેમજ સુવિધાઓ સાથેનું આ નવું વિકલાંગ કેન્દ્ર અત્યારે અનેકને સહાય આપી રહ્યું છે. આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના નામે આ સેવાકાર્ય ચાલી રહ્યું છે. ૧૯૮૭ થી "શિવાનંદ મિશન ટ્રસ્ટ - વીરનગર"ના સથવારે નેત્રયજ્ઞની પ્રવૃત્તિની શરૂઆત થઈ. તા. ૧૫-૧-૨૦૦૬ના રોજ "માતૃશ્રી કાશીબેન હરજીવનદાસ સંઘરાજકા" ના નામે સાયલામાં જ ૪૦૦૦ ચો. ફૂટની ફેકો મશીન તથા ન્યૂનતમ સાધનો સાથેની Eye Hospital ની સ્થાપના આશ્રમ દ્વારા થઈ. દર મહિને ૧૦૦ જેટલાં ઑપરેશન તથા અનેક દર્દીઓ નેત્ર ચિકિત્સાનો લાભ નિઃશુલ્ક પણે લઈ રહ્યા છે. ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના(પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ થયો. સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે. પરિવર્તનકારી આધ્યાત્મિક શક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે. Jain Education International 56 પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy