________________
AL)
(
5
જ્યાં સુધી જીવ વિભાવભાવમાં રમે છે ત્યાં સુધી કર્મ લાગે છે તેથી કર્મનો કર્તા બને છે. કર્તા બનવાથી તેના ફળનો ભોક્તા પણ તે બને છે. પણ જેવો વિભાવભાવથી પાછો ફરી સ્વસ્વભાવમાં રમણતા કરવાનું શરૂ કરે એટલે પરભાવનો કર્તા ભોક્તા મટી જાય છે. (પા. ૧૦૩)
આત્માને જ્યાં સુધી આત્માની ઓળખાણ થઈ નથી ત્યાં સુધી એ આત્મભ્રાંતિ નામના મોટામાં મોટા રોગનું ભાન છે. તે રોગ દૂર કરવા માટે સદ્ગુરૂ જ તેના વૈદ્ય છે, કારણ કે તે રોગ કેમ કાઢવો તેના તે જાણ છે. આ રોગને મટાડવા માટે ગુરૂની આજ્ઞા પાળવારૂપ પથ્ય પાળવું જરૂરી છે. તેઓ દવા, સુવિચારણા અને ધ્યાન કરવાની આપે છે. (પા. ૧૦૪)
ગુરૂવાણી ૦ ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org