________________
***
બાંધીએ અને સદેહે મુક્ત થઈ જઈએ તો એનું ફળ મુક્તપણું જ આવે. (પા. ૮૫)
જ્યાં સુધી ભ્રાંતિ છે, દર્શન મોહ છે, મિથ્યાત્વ છે ત્યાં સુધી તો ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે. જૂનાં ભોગવાય છે, એ ભોગવતાં ભોગવતાં નવા કર્મ બંધાય છે. આપણામાં અજ્ઞાન ભરેલું છે તેથી આત્મા કાં તો શુભકર્મ બાંધે છે, કાં અશુભ કર્મ બાંધે છે. જો ભ્રાંતિ જાય, અજ્ઞાન જાય, જ્ઞાન પ્રગટ થાય તો કર્મ ન બંધાય. કર્મ લાગે નહીં. (પા. ૮૬)
કષાયો શાંત થયા હોય, માત્ર મોક્ષની ઇચ્છા હોય, ભવભ્રમણનો ખેદ થયા કરતો હોય અને બધા જીવો પર દયાભાવ રહેતો હોય ત્યાં આત્માર્થમોક્ષમાર્ગ પ્રગટે. જીવ આવી દશાને પામે નહિ ત્યાં સુધી એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં. (પા. ૯૯)
ગુરૂવાણી + ૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org