SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ “આ શરીર એ હું' એવું ઊંધું સમજીએ છીએ અને એ પ્રમાણે પ્રવર્તન છે, માટે ભવભ્રમણ છે. તો હવે આપણે સવળું સમજશું કે નહીં ? શું સવળું ? આ શરીર હું નથી”. હું તો અંદર બેઠો છું. એને ઓળખી કાઢવો જોઈએ. નહીં તો આ ઊંધું જ્યાં સુધી છે સમજમાં, માન્યતામાં, ત્યાં સુધી કર્મ લાગવાના. અને કર્મ લાગે ત્યાં સુધી જન્મમરણના ફેરા ચાલુ રહે જ. અત્યાર સુધી સવળું સમજ્યા નથી એટલે તો આ જન્મમરણના ચક્કરમાં છીએ. હવે સાચું સમજવાનો મોકો આવ્યો છે તો હવે સાચું સમજીને એ પ્રમાણે પુરૂષાર્થ કરવો પડશે. સાચા માર્ગે પુરૂષાર્થ કરશો તો અવશ્ય મોક્ષે જશો. બાકી આ દેહ ક્યારે પડશે એ ખબર નથી. ક્યારે આંખ મિંચાશે એની ખબર નથી, તેથી બીજી બધી વાત બાજુ પર મૂકીને મોક્ષમાર્ગે ચાલવા માંડવું. ગુરૂવાણી ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy