________________
૩૭. રાજના સાચા લઘુરાજ
ખંભાતના અંબાલાલભાઈના કારણે મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા. વિ. સં. ૧૯૪૬ના આસો મહિનામાં શ્રીમદ્ સાત દિવસ ખંભાતમાં રહ્યા અને સાતેય દિવસ મુનિશ્રી લલ્લુજીએ અંબાલાલભાઈને ઘેર જઈને સત્સંગનો લાભ મેળવ્યો. શ્રીમદ્દના સમાગમનો લાભ મેળવવા અતિ આતુર મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. શ્રીમદે એમની ભાવના જાણી તેથી કહ્યું કે આપને કોઈ વિશેષ મુશ્કેલી ન હોય, તો સત્સમાગમ માટે પેઢી પર રોજ એક કલાક પધારો. મુનિશ્રી લલ્લુજી રોજ એક કલાક શ્રીમની મુંબઈની પેઢી પર ત્રણ-ચાર માઈલનો વિહાર કરીને જતા હતા. એ સમયે શ્રીમદ્ વેપારનો કાર્યભાર છોડીને મુનિરાજ સાથે સત્સમાગમમાં જોડાઈ જતા.
એક વાર શ્રીમદે મુનિરાજને પૂછયું, ‘તમે અમને શાથી ઓળખ્યા ?' ત્યારે મુનિરાજે કહ્યું, ‘અંબાલાલભાઈના કહેવાથી.” અન્યત્ર મુનિશ્રી લલ્લુજીએ એમ પણ કહ્યું કે અનાદિ કાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો.
એક વાર મુનિશ્રી લલ્લુજીએ પોતાના ત્યાગને દર્શાવવા શ્રીમદ્રને કહ્યું કે મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે પત્ની, એક પુત્ર આદિનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે.
મુનિરાજનો ત્યાગનો આવો ગર્વ ઓગાળી નાખવા શ્રીમદ્જી તાડૂકીને બોલ્યા, ‘શું ત્યાખ્યું છે ? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે ? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ ફરે છે ? એક પુત્ર ત્યાગી કેટલા છોકરા પ્રત્યે પ્રીતિ થાય છે ?'
આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. બાહ્ય ત્યાગનો અહમ્ ઓગળી ગયો. અત્યંત લઘુતાપૂર્વક મુનિરાજે કહ્યું, ‘હું ત્યાગી નથી.'
ત્યાં જ શ્રીમદ્ બોલી ઊઠ્યા, મુનિ, હવે તમે ત્યાગી છો.”
અંતરથી આસક્તિ છૂટવી ઘણી મુશ્કેલ છે, પરંતુ જો એક વાર સત્પુરુષના ચરણમાં તે વસી જાય તો મુક્તિદાયિની બની રહે છે.
શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને ‘સમાધિશતક'ની પહેલી સત્તર ગાથા અર્થસહિત વાંચી-સંભળાવી અને એ પછી બાકીના ભાગનું વાંચન-મનન કરવા માટે એ પુસ્તક મુનિરાજને આપ્યું. મુનિશ્રી લલ્લુજી એ લઈને ચાલ્યા.
નીચે ઊતરવા માટે દાદર સુધી પહોંચ્યા હશે, ત્યાં તો શ્રીમદે એમને પાછા બોલાવ્યા અને પુસ્તકના પ્રથમ પૃષ્ઠ પર ‘આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ એ અપૂર્વ લીટી લખી આપી.
શ્રીમદ્જી પાસેથી મુનિ લલ્લુજી અવારનવાર મૌન વિશે બોધ પામતા હતા. વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ પૂર્ણ થતાં મુનિએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું. એમાં અપવાદરૂપે પોતાના સાધુઓ સાથે બોલવાની અને શ્રીમદ્જી સાથે સત્સમાગમ કરવાની મોકળાશ રાખી હતી. આ પછી મુનિ લલ્લુજી અને શ્રીમદ્ વચ્ચે જ્ઞાનવાત થતી રહી. મુનિશ્રીની લઘુતા અને વિનમ્રતાને કારણે તેઓ લઘુરાજસ્વામી તરીકે જાણીતા થયા હતા.
LUOTTOTYYTETTOYECTOS
૯
*
-