________________
૨૭. અતીન્દ્રિય દક્તિના સ્વામી ઇન્દ્રિયોની આશ્ચર્યજનક શક્તિઓના સ્વામી હતા શ્રીમદ્ રાજચંદ્ર. તેઓ હાથ પાસેથી આંખનું કામ કઢાવી શકતા. અવધાન-પ્રયોગો કરતી વખતે આંખે પાટા બાંધીને પુસ્તકોનાં નામ કહેતા. એ પુસ્તકોને સ્પર્શ કરીને બાજુએ
| અને પછી એ પુસ્તક પર હાથ ફેરવીને તેઓ માંગેલું પુસ્તક આપી શકતા. આમ સ્પર્શેન્દ્રિયથી ચન્દ્રિયનું કામ લઈ શકતા.
શ્રીમદ્રની ધ્રાણેન્દ્રિય શક્તિ પણ અતિ વિકસિત હતી. એમના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ ઝવેરીને ત્યાં ભોજન-સમારંભ યોજાયો હતો. આ સમયે છોટાલાલભાઈએ રસોડામાં જઈને રસોઇયાને રસોઈ વિશે કહ્યું કે, “રેવાશંકરભાઈની એવી સૂચના છે કે દાળમાં હંમેશાં નાખે છે તેટલું મીઠું નાખવું. ઢોકળીના શાકમાં મીઠું બિલકુલ નાખવું જ નહીં અને લીલોતરીના શાકમાં વધારે મીઠું નાખવું.” - રસોઇયાએ છોટાલાલભાઈની વાત પ્રમાણે રસોઈ બનાવી. આખી મંડળી જમવા બેઠી. થાળીમાં રસોઈ પીરસાઈ ત્યારે શ્રીમદે થાળી સામું જોઈને પછી છોટાલાલભાઈ તરફ જોયું. એમણે હસતાં હસતાં કહ્યું, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઇયો ભૂલ્યો છે ? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું અને લીલોતરીનું વધારે મીઠાવાળું છે.” યજમાન શ્રી રેવાશંકરભાઈએ શાક ચાખી જોયાં. એમને આ વાત સાચી લાગી. તેઓ રસોઇયા પર ગુસ્સે થયા. એ સમયે શ્રીમના બાળપણના સાથીદાર મોરબીના શ્રી છોટાલાલભાઈએ કહ્યું કે એમણે પોતે જ રસોઇયાને રેવાશંકરભાઈના નામે આવી સૂચના આપી હતી. વિશિષ્ટ બાબત એ છે કે શ્રીમદે છોટાલાલભાઈને પૂછવું, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો ?” અને વાસ્તવમાં છોટાલાલભાઈ શ્રીમની તીવ્ર ધ્રાણેન્દ્રિય શક્તિની પરીક્ષા કરવા માગતા હતા.
| ગુજરાતના પ્રસિદ્ધ સામયિક ‘જામે જમશેદ માં (તા. ૨૪-૧-૧૮૮૭) શ્રીમદ્ વિશે આ પ્રકારની નોંધ પ્રગટ થઈ, “અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પોતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું-ઓછું હતું, તે કવિએ ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈને કહી આપ્યું હતું.”
એ સમયમાં પંડિત લાલન જૈન ધર્મનો પ્રસાર કરવા માટે જાણીતા હતા. તેઓને પણ શ્રીમદૂની આ શક્તિનો પરિચય થયો હતો. એક વાર શ્રીમદ્ પોતાના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ તથા પંડિત લાલન આદિ સાથે મેઘજી થોભણને ત્યાં ભોજન માટે ગયા હતા. મેઘજી થોભણના ઘરમાં બેઠકખંડથી એમનું રસોડું પચીસ ફૂટ દૂર હતું. આ સમયે રસોડામાં કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવી છે તે વિશે શ્રીમદે ધ્રાણેન્દ્રિય શક્તિથી જાણી લીધું. વાતવાતમાં શ્રીમદે કહ્યું, “લાલન, હું નાક વડે જમી શકું છું.”
- શ્રીમની આ વાત સાંભળીને પંડિત લાલન આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે કહ્યું, “નાક વડે તે કઈ રીતે જમી શકાય ?”
શ્રીમદે કહ્યું, “જુઓ, અહીં બેઠા બેઠા રસોડામાં બનાવેલી વાનગીઓ હું જાણી શકું છું.”
લાલનના ચિત્તમાં વધુ આશ્ચર્ય જાગે એ પહેલાં તો શ્રીમદે મેઘજી થોભણના રસોડામાં બનાવવામાં આવેલી વાનગીઓનાં નામ કહી બતાવ્યાં.