________________
FIOCCOLATOKON
૨૫. કર્મની ગતિ ન્યારી શ્રીમદ્રના હૃદયમાં પૂર્વસંસ્કારરૂપે વૈરાગ્ય વિદ્યમાન હતો, પરંતુ કર્મની ગતિ એવી જારી કે સંસારથી સર્વથા ઉદાસીન હોવા છતાં એમને સંસારમાં પ્રવેશ કરવો પડે છે. કોઈ અવધુતના હૃદયમાં હોય એવો વૈરાગ્યનો રંગ હૃદયમાં હોવા છતાં તેઓ સર્વસંગ પરિત્યાગનો મનોરથ સફળ કરી શકતા નહોતા, એમણે સાંસારિક પ્રસિદ્ધિ અને પ્રશંસા વર્ષાવતાં અવધાન-પ્રયોગો કરવાની કે જ્યોતિષજ્ઞાનની પ્રવૃત્તિને તિલાંજલિ આપી, પરંતુ માતા-પિતા કે સ્વજનોએ શ્રીમદ્ને ગૃહસ્થાશ્રમમાં જોડાવવા માટે ખૂબ દબાણ કર્યું અને આથી જ હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવનાની ભરતી ઊછળતી હોવા છતાં એમણે ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કર્યું. ‘જીવતો જોગી' થવાની એમની ઇચ્છાને માતા દેવબાઈએ સ્વીકારી નહિ. કરુણાસાગર શ્રીમદ્દનું હૃદય માતૃવાત્સલ્ય સમક્ષ દ્રવી ગયું. આ સમયે વિ. સે. ૧૯૪૪ના પોષ વદ ૧૦ના દિવસે શ્રીમદ તેમના બનેવીને લખે છે, | “લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.”
| “લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કોઈ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ તેઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પોષની) તે રોજ અહીંથી રવાના થાઉં
આ પત્ર પરથી ખ્યાલ આવે છે કે લગ્ન માટે શ્રીમદ્દની લેશ માત્ર આતુરતા ન હતી, પરંતુ બીજી બાજુ એમણે સ્વજનોની લાગણીને સ્વીકારીને લગ્નનો અનાદર પણ ન કર્યો. હૃદયમાં તો નિગ્રંથ માર્ગ તરફની યાત્રા અવિરત ગતિએ ચાલતી હતી. ૨૧ વર્ષનો નવયુવાન ગૃહસ્થજીવનમાં પ્રવેશતી વખતે પણ કેવી અમોહબુદ્ધિ અને વિવેકદૃષ્ટિ ધરાવે છે ! જેવી રીતે પોતાના કુટુંબને ખાતર એમણે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરી, તેવી જ રીતે તેઓની ઇચ્છાથી “અંત:કરણશુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર” હોવા છતાં વિ. સં. ૧૯૪૪ના પોષ મહિનામાં તેઓ વવાણિયા ગયા. અહીં રેવાશંકર જગજીવન ઝવેરીના મોટાભાઈ પોપટભાઈ ઝવેરીનાં સુપુત્રી ઝબકબાઈ સાથે મહા સુદ બારસે લગ્નગ્રંથિથી જોડાયા. પૂર્વ કર્મના લીધે સંસારસુખ પ્રત્યે ઉદાસીન હોવા છતાં તે ભોગવવું પડતું હતું. આવી પરિસ્થિતિ તેમના હૃદયમાં તુમુલ ઘર્ષણ જગાવતી હતી. એમની વ્યથા અને વેદના એટલી હતી કે તેઓ પોતાને સોથી વધુ દુખિયા ગણતા હતા. શ્રીમની મહત્તા એ હતી કે એમના એ દુ:ખ કે વેદનાને સમજનારુ એપાસ કોઈ સ્વજન નહોતું, એટલે એમને સર્વ ખેદ પોતાના હૃદયમાં જ સમાવવો પડતો હતો. તેઓ લખે છે, “અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે ? જેને સ્વપ્ન પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, તેમાં જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. ” આવા મહાવૈરાગી શ્રીમદને સંસારની માયા કેમ સ્પર્શી શકે ? અન્યત્ર તેઓ કહે છે, “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો આ આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી.”
શ્રી રાજચંદ્રજીને છગનલાલ (જન્મ વિ. સં. ૧૯૪૬) અને રતિલાલ (વિ. સં. ૧૯૫૨) એમ બે પુત્રો તથા જવલબા (વિ. સં. ૧૯૪૮) અને કાશીબા (વિ. સં. ૧૯૫૦) એમ બે સુપુત્રીઓ હતી.