________________
૨૧. પરમાર્થદૃષ્ટિ તે પરમ ધ્યેય
ત્વરિત કવિત્વશક્તિ, વિરલ સ્મરણશક્તિ તથા પ્રખર અવધાનશક્તિ સાથે શ્રીમદ્ અલૌકિક સ્પર્શેન્દ્રિય ધરાવતા હતા. આંખે પાટા બાંધવા છતાં માત્ર હાથના સ્પર્શથી પુસ્તકોનાં નામ ક્રમબદ્ધ કહી શક્તા હતા, રસોઈને ચાખ્યા વિના માત્ર જોઈને જ તેમાં મીઠું ઓછું કે અધિક છે અથવા સમુળગું નથી તે પારખી શકતા હતા.
- જેના રોમેરોમમાં વૈરાગ્ય અને ભક્તિ વ્યાપી ગયાં હતાં અને જેના હાડોહાડમાં સાચો, નિર્દભ ધર્મરંગ લાગી ગયો હતો તેવા યુવાન શ્રીમદ્ યશોગાન કરતી માનવમેદની વચ્ચે પણ શાંત, સૌમ્ય, અડોલ અને ગાંભીર્ય ધારણા કરીને આસપાસ સર્જાતી સઘળી ઘટનાઓને નિહાળતા હતા. વિભૂતિના અતીન્દ્રિય અંતર્મુખપણાનું એમાંથી પ્રમાણ મળતું હતું. | મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે ઇંગ્લેન્ડમાં આવા પ્રયોગો કરવાનું સૂચન કર્યું. વળી કહ્યું કે કદરદાન અંગ્રેજ પ્રજા એમની શક્તિને યોગ્ય રીતે પ્રમાણશે. આ સુચને શ્રીમદ્ના હૃદયમાં વિચાર પ્રેર્યો કે એમાંથી લૌકિક સિદ્ધિ અને પ્રતિષ્ઠા તો મળે, પણ મારા જીવનનું ક્યાં એ પ્રયોજન છે? આવી સમૃદ્ધિ, અપાર નામના, આટલી બધી મહત્તા અને આવી ઝડપી ખ્યાતિ તો આત્મસાધનામાં બાધારૂ ૫ ગણાય, આથી એમણે ક્ષણનોય વિલંબ વિના સર ચાર્લ્સ સારજન્ટના સુચનનો અસ્વીકાર કર્યો, એટલું જ નહીં, કિંતુ તત્કાળ આવા પ્રયોગો પણ બંધ કરી દીધા.
શતાવધાનના આ પ્રયોગ પ્રસંગે મુંબઈના અગ્રગણ્ય જ્યોતિષીઓ ઉપસ્થિત હતા. આવી અલૌકિક શક્તિ ધરાવનારી વિભૂતિ કોણ છે એ જાણવાનું અને તપાસવાનું આ જ્યોતિષીઓને સહેજપણે કુતૂહલ થયું. દસ વિદ્વાન જ્યોતિષીઓએ મળીને શ્રીમદના ગ્રહ જોયા અને એ ગ્રહ પરમેશ્વરના ગ્રહ હરાવ્યા.
| તજ્જ્ઞ જ્યોતિષીઓને મળવાનું થતાં શ્રીમદ્દ જ્યોતિષવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું. જ્યોતિષીઓ પાસેથી એમણે જ્ઞાન મેળવ્યું, પણ ધીરે ધીરે તેઓ એમના કરતાં પણ જ્યોતિષવિદ્યાના ઊંડા અભ્યાસી બની ગયા. આ જન્મમાં એમણે સંસ્કૃત કે માગધી જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો નહોતો, તેમ છતાં પૂર્વસંસ્કારના બળે આ ભાષામાં લખાયેલા ગ્રંથોનું અવગાહન કર્યું. વળી અપ્રાપ્ય ગણાતા ભદ્રબાહુસ્વામી કૃત ‘ભદ્રબાહુસંહિતા' જેવા જ્યોતિષવિજ્ઞાનના અપૂર્વ – અલભ્ય ગ્રંથને તેઓ વાંચી ગયા. શ્રીમદૃના આ અસાધારણ જ્યોતિષવિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરી પણ ધીરે ધીરે જ્યોતિષની બાબતમાં એમને ફળાદેશ પૂછવા આવનારાઓની સંખ્યા વધી ગઈ. શ્રીમદની પ્રવૃત્તિ તો પરમાર્થ માર્ગની હતી. એને બદલે સ્વાર્થ અને ભૌતિક લાભ ઇચ્છનારાઓ આવવા લાગ્યા એમને આ પ્રવૃત્તિ પોતાના અધ્યાત્મમાર્ગમાં અવરોધરૂ પ લાગી. એમનું જીવનધ્યેય તો સાવ જુદું જ હતું. આથી વિ. સં. ૧૯૪૭થી શ્રીમદે જ્યોતિષ જોવાનું બંધ કરી દીધું. એ પછી કોઈ પણ વ્યક્તિ એમને ભવિષ્ય પૂછવા આવતી, તો તેઓ નિરુત્તર રહેતા. તેઓ પૂછવા આવનાર વ્યક્તિને જ્યોતિષ વિશે વિચાર કરવાના બદલે પૂર્વ ઉપાર્જન કરેલું કર્મ સમભાવે સહી દેવાનું કહેતા. - આ રીતે શ્રીમની કીર્તિ અવધાનપ્રયોગો અને જ્યોતિષને કારણે ટોચ પર પહોંચી હતી, ત્યારે જગતને આંજી દેનારાં આવાં બાહ્ય પ્રદર્શનોનો, સર્પ કાંચળી ઉતારે એટલી સાહજિકતાથી એમણે ત્યાગ કર્યો. અવધાન આદિ અદભુત શક્તિઓને તિલાંજલિ આપી. જગતની દૃષ્ટિથી તદ્દન અદશ્ય અને અલોપ થઈ ગયા. આમ સંસારમાં હોવા છતાં સાંસારિક કીર્તિ-કામના પ્રત્યે તેઓ જલકમલવતુ રહ્યા.
CU TOTUTOCOMOTONEUVOVODAFOTO
I !