________________
૧૪. ઉપકારી કેવાં તમે દસ વર્ષના બાળ શ્રીમદ્ મોરબીના મેજિસ્ટ્રેટ ધારશીભાઈ સાથે સિગરામમાં બેસીને રાજકોટ જવા નીકળ્યા. બાળ શ્રીમદ્ સાથેની વાતચીતમાં ધારશીભાઈને એમની અદ્દભુત વાણી, છટાં અને બુદ્ધિપ્રતિભાનો અનુભવ થયો. સિગરામમાં બેઠેલા ધારશીભાઈ આ બાળકનાં વચનમાધુર્ય પર મુગ્ધ થઈ ગયા. એમનું ગંભીર તત્ત્વચિંતન સાંભળીને એમના તરફ આદર પ્રગટ કરવા લાગ્યા. વર્ષો સુધી જ્ઞાન, વાચન અને અનુભવ પામ્યા પછી કોઈ વિચારશીલ આધ્યાત્મિક વ્યક્તિ જેવી ગંભીર વાત કરે એવી ગંભીર વાત દસ વર્ષના આ બાળકના મુખેથી ધારશીભાઈએ સાંભળી. રાજ્યના ન્યાયાધીશ ધારશીભાઈ ખુદ પ્રતિષ્ઠિત અને વિદ્વાન વ્યક્તિ હતા, પરંતુ આ બાળકની વાતો સાંભળીને તો અગાધ આશ્ચર્યમાં ડૂબી ગયા. એને કારણે ઉદ્ભવેલા આદરને પરિણામે ધારશીભાઈ બાળ શ્રીમદ્રને કહે છે,
રાજકોટમાં તમે અમારે ત્યાં જ ઊતરજો. અમારી સાથે જ રહેજો.” બાળ શ્રીમદે કહ્યું, “ના, હું મોસાળમાં જ રહીશ. મારા મામાને ત્યાં જ ઊતરીશ.”
આવી વિરલ પ્રતિભા જોઈને બાળ શ્રીમદ્દ પર અગાધ આદર અનુભવતા વડીલ ધારશીભાઈએ એમને પોતાને ત્યાં આવવાનો અતિ આગ્રહ કર્યો. બાળ શ્રીમદ્દ એમના આદરની પાછળ છુપાયેલો સ્નેહ જાણતા હતા. એમણે કહ્યું,
“ભલે મામાને ત્યાં રહીશ, પણ તમારે ત્યાં આવતો રહીશ.”
બાળ શ્રીમદ્ રાજ કોટમાં પોતાનો મોસાળમાં ગયા. મામાએ એને આ રીતે એકલા આવેલા જોઈને પૂછયું, અરે ભાણા ! તું કોની સાથે આવ્યો ?”
બાળ શ્રીમદે કહ્યું કે મોરબીથી ધારશીભાઈની સાથે સિગરામમાં બેસીને રાજકોટ આવ્યા છે. ધારશીભાઈનું નામ સાંભળતાં જ બંને મામાઓના કાન ચમક્યા. બંને અંદરઅંદર છાની છપની વાત કરવા લાગ્યા. એ બંને મામાઓએ કહ્યું કે, “આ તો સામે ચાલીને તક મળી છે. બરાબર લાગ આવ્યો છે આપણે તેમને (ધારશીભાઈને) ‘ઠેકાણે કરી દેવા'. ” ભોજન કરી રહેલા બાળ શ્રીમદૂના કાને આ શબ્દો પડ્યા. એમણે તત્કાળ જાણી લીધું કે આ મામાઓને ધારશીભાઈ સાથે કોઈ વેર લાગે છે. એ વેરને છીપાવવા માટે તેઓ લાગ શોધતા હોવા જોઈએ, આ એમને લાગ મળી ગયો લાગે છે.
ઠેકાણે કરી દેવા” એ શબ્દ સાંભળતાં જ બાળ શ્રીમદ્ પોતાના મામાઓનો મલિન ઇરાદો પારખી ગયા. મામાઓએ વિચાર્યું હતું કે આ દસ વર્ષના બાળકને તે વળી શી ખબર ૫ડવાની છે ? એની પાસે ક્યાં આપણા કાવાદાવાની પૂર્વભૂમિકા છે ? બધી બાબતથી સાવ અજાણ એવો ભાણિયો શું સમજે ? વળી એની વય પણ દસ જ વર્ષની છે. આટલી નાની વયના બાળકને કઈ રીતે આવી આંટીઘૂંટીઓની સમજ પડવાની છે ?
છાનામાના વાત કરતા મામાઓની વાતના ભેદને શ્રીમદે જાણી લીધો હતો. એમણે પ્રત્યુત્પન્ન ઔત્પત્તિની બુદ્ધિથી વિચાર્યું કે જરૂર મામાઓ આ ધારશીભાઈનું કાટલું કાઢી નાખવાની યોજના કરી રહ્યા છે. શ્રીમદે વિચાર્યું કે મામાઓની દુષ્ટ યોજના નિષ્ફળ કરીને મારે ધારશીભાઈને બચાવી લેવા જોઈએ.
Jan Educun International
For Personal & Prato Use Only