SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. કેવો વિઘાપ્રેમ ! પ્રતિભાનાં અજવાળાં આપોઆપ ચોપાસ પ્રસરતાં હોય છે. કચ્છના દિવાન મણિભાઈ જશભાઈએ બાળ શ્રીમદ્દની આત્મશક્તિની ઘણી વાતો સાંભળી. એમને થયું કે શ્રીમદ્ કચ્છના ભૂજ શહેરમાં આવે તો કેવું સારું ! શ્રીમદ્ ભૂજમાં આવ્યા ત્યારે કચ્છના દિવાને એમના પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો. કચ્છના ભૂજ શહેરમાં બાળ શ્રીમદે ધર્મ વિશે અત્યંત મનનીય અને પ્રભાવશાળી પ્રવચન આપ્યું. આ નાના બાળકની સ્મૃતિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિથી શ્રોતાજનો અતિ પ્રભાવિત થયા. વળી શ્રીમની વાક્છટા અદ્ભુત હતી અને કલ્પનાશક્તિ તો કવિની હતી. ભૂજના શ્રોતાજનોએ વિચાર્યું કે આ તેજસ્વી બાળક મોટો થતાં જરૂર મહાપ્રતાપી વિભૂતિ બનશે. શ્રીમદૂની જ્ઞાનગર્ભિત, વૈરાગ્યથી ભરપૂર વાણી સહુના હૃદયને સ્પર્શી ગઈ. અસાધારણ વક્તૃત્વશક્તિ અને કુશળ વાચાતુર્યથી તેમની ખ્યાતિ ફેલાવા લાગી. પુષ્પની સુવાસ આપોઆપ ફેલાય એ જ રીતે બાળ શ્રીમની ખ્યાતિ ચોતરફ ફેલાવા લાગી. શ્રીમની ખ્યાતિ કચ્છના કોડાય ગામમાં વસતા હેમરાજભાઈ અને નળિયાના માલશીભાઈએ સાંભળી. એમણે જાણ્યું કે વવાણિયાનો એક વણિક પુત્ર નાની વય હોવા છતાં મહાબુદ્ધિશાળી અને ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. આ બંને કચ્છી ભાઈઓએ વિચાર્યું કે આવા બાળકને જ્ઞાનોપાર્જનની સગવડ કરી આપીએ તો એની પ્રતિભા ઓર ખીલી ઊઠે. એમનો વિચાર હતો કે આ અતિ તેજસ્વી બાળકને કાશી મોકલીએ. કાશી એ તો મહા પંડિતોની નગરી. એક એકથી ચડિયાતા વિદ્વાનો ત્યાં મળે. ગહન શાસ્ત્રના જ્ઞાની પુરુષો જ ત્યાં વસે. આવા કાશીમાં આ તેજસ્વી બાળક જાય તો એની વિદ્યા કેવી ખીલી ઊઠે ! એની અસાધારણ પ્રતિભાથી જ એ અસાધારણ વિદ્વાન બને. આ રીતે શ્રીમદ્દે કાશી મોકલીને વિદ્યાને પ્રોત્સાહન આપવાનો કચ્છી ભાઈઓનો શુભ આશય હતો. એને માટે જરૂરી દ્રવ્ય ખર્ચવાની પૂરી તૈયારી હતી. કચ્છથી સાંઢણી પર સવાર થઈને હેમરાજભાઈ અને માલશીભાઈ વવાણિયા આવ્યા. અહીં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે બાળ શ્રીમદ્ તો મોરબી ગયા છે. આથી આ બંને ભાઈઓ મોરબી જવા નીકળ્યા. બીજી બાજુ મોરબી ગયેલા બાળ શ્રીમને પોતાના મોસાળ રાજકોટ જવાનો વિચાર થયો. આ નાના બાળકને એકલો રાજકોટ મોકલાય કઈ રીતે ? આથી સંબંધીઓએ સારા સંગાથની શોધ ચલાવી. મોરબીના મૅજિસ્ટ્રેટ (ન્યાયાધિકારી) ધારશીભાઈ રાજકોટ જવાના હતા, તેથી એમને વિનંતી કરી કે, “તમે રાજકોટ જાઓ છો તો તમારી સંગાથે બાળ શ્રીમદૂને લઈ જાઓ.” ધારશીભાઈએ પોતાની સાથે શ્રીમદ્ન લઈ જવાની વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી બાજુ કચ્છી ભાઈઓએ આવીને તપાસ કરી તો જાણ થઈ કે બાળ શ્રીમદ્ તો રાજકોટ ગયા છે. આ બંને ભાઈઓ સાંઢણી પર સવાર થઈને કચ્છથી નીકળ્યા હતા. વવાણિયામાં શ્રીમદ્ ન મળ્યા. મોરબીમાં ન મળ્યા. આમ છતાં આ બંનેનો વિદ્યાપ્રેમ એટલો હતો કે નિરાશ થઈને પાછા વળી જાય તેવા નહોતા. બંનેના હૃદયમાં ગુણપ્રમોદ હતો. અંતરમાં એક જ ઇચ્છા વસતી હતી કે આવા વિશિષ્ટ જ્ઞાની બાળકને કોઈ પણ હિસાબે મળવું અને એની સરસ્વતીસાધના માટે સઘળી સગવડ કરી આપવી. વ્યક્તિ નિઃસ્વાર્થપણે કોઈ કામ કરતી હોય તો એનામાં ભાવનાનું એક બળ હોય છે. પોતાની નિઃસ્પૃહ ઇચ્છાને પૂર્ણ કરવા માટેની અદમ્ય ધગશ હોય છે. હેમરાજભાઈ અને માલશીભાઈ બાળ શ્રીમને મળ્યા વિના પાછા ફરે તેમ નહોતા. કમળની સુવાસથી આકર્ષાઈને મધુકર જેમ તેની પાછળ પડે તે રીતે આ બે વિદ્યાપ્રેમીઓ બાળ શ્રીમદુને મળવા માટે રાજકોટ ભણી નીકળ્યા ! シル - For Personal & Polyte Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy