SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિરપરાધી દાદ તીર્થધામ વવાણિયા ગામની આસપાસ નાની-નાની તળાવડીઓ આવી હતી. એ તળાવડીઓમાં કોઈ સ્નાન કરતું હોય, તો કોઈ ગાય-ભેંસને પાણી પાતું હોય, આ નાની શી તળાવડીના કિનારે બાળકો રમવા આવે. વિવાણિયા ગામની બહાર આવી એક-બે નહીં, પરંતુ અઢાર તળાવડીઓ આવી હતી. એ તળાવડીનાં જુદાં જુદાં નામ પણ મળે, કોઈ વિરાસરી તો કોઈ રેંટિયાસરી, કોઈ સોનાસરી તો કોઈ રૂપાસરી. તળાવડીની બાજુમાં આવેલાં વૃક્ષો નીચે બાળ શ્રીમદ્ પોતાના બાળમિત્રો સાથે ફરવા જતા. એમની સાથે મળીને આનંદ-કિલ્લોલ કરતા. ' ખુદ શ્રીમદે પોતાની આ બાલ્યાવસ્થાની વાત આલેખી છે. એમણે ‘સમુચ્ચયવયચર્યા'માં પોતાના બાળપણના મનોભાવો આલેખતાં લખ્યું છે – “સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી; એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની, પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા-પીવાની, સુવા-બેસવાની બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું; તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.” સાત વર્ષના શ્રીમદ્રના જીવનમાં અદ્દભુત ઘટના બને છે. કોઈ બાહ્ય ઘટના આંતર જગતને એવું જ ગાડી જાય કે જીવનમાં પૂર્વના સંસ્કારોનું અનુસંધાન રચાઈ જાય, એક ચિનગારીનો સ્પર્શ થાય અને એમાંથી આખાય મહાનલનો અનુભવ જાગે. વવાણિયામાં અમીચંદભાઈ નામના યુવાનને બાળ શ્રીમદ્ ઓળખતા હતા. એ યુવાનનો બાંધો મજબૂત હતો અને બાળ શ્રીમદ્ તરફ યુવાન અમીચંદ સ્નેહભાવ રાખતો હતો. બાળપણમાં અનુભવેલો આ સ્નેહભાવ અમીચંદભાઈ પ્રત્યે સદૂભાવ જગાડનારો બન્યો. એ સમયે એકાએક અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. નાના ગામમાં આવી ઘટના બને એટલે બધે જ હાહાકાર વ્યાપી જાય. ચોરે અને ચૌટે એની ચર્ચા થવા લાગે. નાના-મોટા સહુના મુખે સર્પદંશથી થયેલા અમીચંદભાઈના અવસાનના સમાચારની વાત સંભળાતી હતી. કોઈ વિષાદભર્યા ચહેરે કહેતા કે કેવો જુવાનજોધ માનવી એકાએક કાળનો કોળિયો થઈ ગયો. કોઈ વળી દુઃખના ભાવથી કહેતા કે કેવા મીઠા સ્વભાવનો જુવાન આ મલક (દુનિયા) છોડીને ચાલ્યો ગયો. વાત વહેતી વહેતી બાળ શ્રીમદ્ પાસે આવી. એમણે સાંભળ્યું કે અમીચંદભાઈ સર્પદંશથી ગુજરી ગયા. આ સાંભળતાં જ બાળ શ્રીમને આઘાત લાગ્યો. પોતાના તરફ ભલી લાગણી દાખવનાર વ્યક્તિ એકાએક ગુજરી જાય તે કેવું ? | શ્રીમદ્દનું બાળમાનસ ઊંડા વિચારમાં ડૂબી ગયું. એમાં પણ એમના મનમાં સતત એક શબ્દ પડઘા પાડવા લાગ્યો. એ વિચારમાં પડ્યા કે આ “ગુજરી જવું” એટલે શું ? એમાં શું થતું હશે ? અમીચંદભાઈને શું થયું હશે ? આ સમયે બાળ શ્રીમદ્ને માટે તો પૂછવાનું સ્થાન એમના વહાલસોયા દાદા પંચાણભાઈ હતા. બાળ શ્રીમદ્ દાદા આગળ દિલ ખોલીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા. દાદા એની વાતનો વહાલથી પ્રત્યુત્તર આપતા. બસ, તો દાદા પાસે જઈને એમને પૂછવું કે, “ગુજરી જવું” એટલે શું ? દાદાને પૂછવા માટે બાળ શ્રીમદ્ દોડ્યા. . Jain Education temnational Forson Private Use Only cine .
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy