SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 70707070707070707COROKOROROROKOKORON 1 ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરૂણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૯ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે છે. ૨૦ (રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭) એનું સ્વપ્ન જો દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. દિ (ગમમરમરમરમીમી ૨૪૨ | Z9XD_9_959Z995 " | નામ | 3.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy