SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સબકો વંદનીય હદગાદ આડતિયાની અંતરના વાત્સલ્યભાવે સેવા કરનાર દેવબાઈ પોતીકા સ્વજનોની તો કેટલી બધી સંભાળ લેતા હશે. ભરતી પછી ઓટ આવે એમ પંચાણભાઈના વ્યવસાયમાં પણ ભરતી પછી ઓટ આવી. નાનકડા ગામમાં નાનકડો ધંધો ચાલતો હોય અને એમાં મુકેલીભર્યા પવનનો એક સપાટો આવી જાય એટલે સઘળું છિન્નભિન્ન થઈ જાય. પંચાણભાઈના જીવનમાં આર્થિક આફતના ઓળા ઊતરી આવ્યા. આવે સમયે દેવબાઈએ આફતમાંથી પાર ઊતરવા પોતાનાં ઘરેણાં આપ્યાં. દેવબાઈ જીવનમાં સાચા અલંકારરૂ ૫ તો સાધુ, સંતો અને સ્વજનોની સેવાને ગણતાં હતાં. ઘરની શોભા એ એમનું ઘરેણું હતું. એ શોભાને જાળવવા માટે સોનેમઢચા ઘરેણાં આપતાં એમને સહેજે ખચકાટ થયો નહિ, પંચાણભાઈ અને ભાણબાઈ તો પુત્રવધૂની આવી વિરલ ઉદારતા જોઈને પ્રસન્ન થઈ ગયાં. વળી પોતાનાં સાસુ-સસરાની સેવા કરવામાં દેવબાઈ રાત-દિવસ ખડે પગે રહેતાં હતાં. | દેવબાઈને વિનયમૂર્તિ કહેવાં કે સેવામૂર્તિ કહેવાં એ જ સવાલ જાગે. હકીકતમાં એમણે હૃદયના સાચા વિનયથી સેવાભક્તિ અપનાવી હતી. પુત્રવધૂની સેવાવૃત્તિ જોઈને સાસુ-સસરા એમને અંતરના આશીર્વાદ આપતાં હતાં અને એની કુખે કુળદીપક જન્મે એવી ભાવના સેવતાં હતાં. આવાં દેવબાઈની કુખે દિવ્યરત્નનો જન્મ થયો. આ જન્મયોગીનું પહેલું નામ “લક્ષ્મીનંદન” પાડવામાં આવ્યું. શ્રીમદૂના જન્મ પૂર્વે દેવબાઈને શિવકુંવરબાઈ નામની પુત્રી હતી. શ્રીમદ્રના જન્મ પછી દેવબાઈની કૂખે પુત્ર મનસુખભાઈ અને દીકરીઓ ઝબકબાઈ, મેનાબાઈ અને જીજીબાઈનો જન્મ થયો. આમ શ્રીમદુને એક ભાઈ અને ચાર બહેન હતાં. રવજીભાઈ સાધુ-સંતોના સદાના સેવક. સાચી સેવાને નાતજાતની કોઈ સીમા ન હોય. રવજીભાઈએ લાંબા સમય સુધી એક ફકીરની સેવા કરી. ફકીરે એમને કહ્યું કે, “રવની, 7 સવેરે નતી નાના ” બીજે દિવસે સવારે રવજીભાઈને ફકીર પાસે જવાનું હતું. બન્યું એવું કે વહેલી સવારે એમના ઘેર મહેમાનો આવ્યા. અતિથિના સ્વાગતને ધર્મ માનનારા રવજીભાઈ મહેમાનોની આગતા-સ્વાગતા માટે રોકાયા. એમના મનમાં જલદીથી ફકીર પાસે પહોંચવાની ઉત્કંઠા હતી, પરંતુ મહેમાનોને રેઢા મૂકીને એમ ને એમ ચાલ્યા જાય તો એમનો અતિથિધર્મ લજવાય. મહેમાનોની સરભરા કરવામાં ફકીર પાસે પહોંચવામાં વિલંબ થયો. ઓલિયા ફકીર રવજીભાઈની રાહ જોઈને બેઠા હતા. વેળા વેળાનું કામ કરે છે. રવજીભાઈ એ પળ અને એ ક્ષણ ચૂકી ગયા હતા. એ વિરલ ઘડી પસાર થઈ ગઈ હતી. ' ફકીરે રવજીભાઈને જોયા. એમણે કરેલી આજ દિન સુધીની એમની સેવા-ચાકરી ફકીર ભૂલ્યા નહોતા. ખરી ક્ષણ ચૂકી ગયેલા રવજીભાઈને ફકીરે કહ્યું, "रवजी ! तुम बहुत देर से आये । रवजी, तेरे को दो लडके होंगे, एक तो बड़ा नाम निकालनेवाला होगा, और दूसरा भी अच्छा होगा । दोनो लडके तुम्हारा नाम रोशन करेंगें । मगर बडा लडका सबको वंदनीय होगा । मगर रवजी, तुम बहुत देर से आये । रवजी, अब ईस दुनिया से चला जाता हूँ, तुम अब तुम्हारे घर जाओ । तेरा भला होगा ।" રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરી તો ક્યાંય પેલા ફકીર મળે નહિ. ફકીર પાસે પહોંચવામાં વિલંબ થયો તે માટે એમને ખૂબ અફસોસ થયો. / / . Jain Education station For Personal mee te Oh www
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy