SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યાં; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. (શિ. પા. ૮૪) : - ક જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. (શિ. પા. ૯૪). જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકલનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. .............. બાકીના સઘળા ધર્મમતોના વિચારો જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વશ થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંત કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે ? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એકે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્ક તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષય ને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી, આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. (શિ. પા. ૯૫) * * * શ્રમણ ભગવાન મહાવીર પહેલા જૈનદર્શન હતું. (શિ. પા. ૧૦૪) * * * પ્ર. આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી ? જ. કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વના જામેલા દળિયાથી અને સત્સમાગમના અભાવથી. (શિ. પા. ૧૦૫) * * * સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ-દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવો જોઈએ, આ વાત નિઃશંક છે. (પત્રાંક : ૪૦) < * * શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યા છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. (પત્રાંક : પ૪) | * * * ( N CPSીદ>(GPSCeCEPT I૧૯૮ ®MB]ZBZB]Z®E 9]>$$>$)Z
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy