________________
હે હન
Jain Eduation Intern
તેના સ્યાદ્વાદદર્શીપણાને લઈને છે. તત્ત્વ મંથન કરતાં શ્રીમદ્જીને જિનદર્શનનો એવો ગાઢ રંગ લાગ્યો કે, તેના ફળસ્વરૂપે સોળ વર્ષ ને પાંચ માસની નાની વયે દર્શન પ્રભાવક ‘મોક્ષમાળા' ગ્રંથનું સર્જન કર્યું.
મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ વિદ્વાનોને આ પોતાનો કે પારકો સિદ્ધાંત શું હોય ?
आत्मीयः परकीयो वा कः सिद्धातः विपश्विताम्
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના આ સૂરમાં સૂર પૂરાવતાં શ્રીમદ્જી ઉચ્ચારે છે કે,
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ.
તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ: સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.
આવા મત-દર્શનના ભેદને જેઓ લક્ષમાં લેતા નથી અને મતદર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી, તેઓ યોગમાર્ગને જ જુએ છે. યોગદર્શન અથવા આત્મદર્શન પામે છે.
એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સર્વદર્શનો વ્યાપ્ત છે, માત્ર દૃષ્ટિનો જ ભેદ છે, એમ તેઓશ્રી ખરા અંતઃકરણથી માને છે. તેઓ તો ષડ્દર્શનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ માને છે એટલે તેના ખંડન-મંડનની કડાકૂટમાં ઉતરતા નથી, બલ્કે તે છયે દર્શનને સમ્યગ્દર્શનથી આરાધે છે.
સાચો મોક્ષમાર્ગ કયો ? આના જવાબમાં શ્રીમદ્ભુએ સ્વયં “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં એકસોમાં ક્રમની ગાથામાં કહ્યું છે :
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જહેથી, તે જ મોક્ષનો પંથ.
વીતરાગના મૂળ સનાતન આત્મધર્મને આત્મસાત કરી, મૂળ માર્ગના અમૃતને પામી પરમ કૃપાળુદેવ શ્રીમદ્ભુ અધ્યાત્મના શિખર સ્વરૂપ બની ગયા. તેઓએ અનંત કરુણા કરીને આત્મામાંથી પ્રગટતી અનુભવ વાણી પત્રો અને પદ્યોરૂપે વહેવડાવી. એના દ્વારા અનેક આત્માઓને મૂળ માર્ગે ચાલવા તે વચનામૃતની વાણી પ્રેરણારૂપ બની છે. એમના જ્ઞાનપિંડરૂપ અક્ષરદેહ એવા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી જિનેશ્વરના અંતરંગ અને તેમણે પ્રરૂપેલા માર્ગની ઓળખ આપનારા અમૃત-તત્ત્વપૂર્ણ વિચારો અહીં આલેખીએ છીએ, એનું મનન-ચિંતન આપણા જીવનને દિવ્યતા બક્ષે તેવું છે.