SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આ ને કરી છે તે કઈક ૭૧. મૂળ મારગ સાંભળો જિનનો રે. જૈન દર્શનની નવ તત્ત્વની વિચારણામાં જીવ (ચેતન) અને અજીવ (જડ) એ બે વિરોધી ગુણોવાળાં તત્ત્વો મહત્ત્વનાં છે. એ બંને ગમે તેટલું કરે, તો પણ એકબીજાનું સ્વરૂપ પામી શકતા નથી. શ્રીમદે આ તાત્ત્વિક ભાવનાને કાવ્યરૂપ આપ્યું છે. સંવત ૧૯૪૭ના ભાદરવા મહિનામાં શ્રીમદ્ રાળજમાં હતા, ત્યારે એક જ દિવસે ચાર અનુપમ પદરચના થઈ. આમાંની એક રચનામાં એમણે જડ અને ચેતન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. એ બાવીસ પંક્તિનું, દોહરા છંદમાં રચાયેલું ‘જડભાવે જડ પરિણમે” કાવ્ય લખ્યું. સં. ૧૯૫૬ના કારતક મહિનામાં શ્રીમદે “જડ અને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ ભિન્ન” નામના તત્ત્વસભર પદની રચના કરી અને પદની એક પંક્તિમાં મોક્ષમાર્ગ પામવાનું ઉત્તમ સાધન દર્શાવતાં તેમણે લખ્યું, “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” આ બીજી રચનામાં નિગ્રંથ માર્ગ પ્રત્યેની શ્રીમદની નિઃશંકતા પ્રગટ થાય છે. પરમજ્ઞાની દિવ્ય દ્રષ્ટા શ્રીમદૂની ભાવભક્તિ પરમ ઉત્કૃષ્ટ પ્રકારની હતી અને તે અનન્ય ભાવભક્તિથી સહજ ઉદ્ગારરૂપે સ્કુરિત થયેલા શ્રીમદ્દના ભાવનમસ્કારો અદ્દભુત હતા. | “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.” આ અનાદિ અનંત સંસારમાં અનંત-અનંત જીવો તારા આશ્રય વિના અનંત-અનંત દુ:ખને અનુભવે છે.” “તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” | “હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂ પાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો !” વીતરાગના મુળ સનાતન ધર્મને જ ગતની સામે પુન: પ્રસ્થાપિત કરવાની ઉદાત્ત ભાવનામાંથી જન્મેલું આ કાવ્ય સંવત ૧૯૫રના આસો સુદ એકમના દિવસે આણંદ ખાતે રચાયું છે. આમાં મુળ માર્ગ અર્થાતુ મોક્ષ માર્ગનું સંક્ષેપમાં નિરૂપણ છે. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. શ્રીમદૃના જીવનનો આદર્શ ભગવાન શ્રી મહાવીર હતા. લઘુવયથી તેઓ તેમનાં વચનામૃતોમાં વારંવાર ભગવાન મહાવીરનું સ્મરણ કરે છે. મહાવીરનો એમના અંતરમાં વાસ હોય અને એમના આત્માનો એમને પ્રત્યક્ષ સિ હોય તેમ લાગે છે. મહાવીરના શુદ્ધ પરમાર્થમાગે પ્રત્યેની અનન્ય પરમાથે ભક્તિને લીધે જ શાસનહિતચિતકે શ્રીમદ્ પરમ કારુણ્યવૃત્તિથી આ મતભેદાતીત અખંડ એક વીતરાગમાર્ગના ઉદ્ધારની ભાવના સતત ધરાવતા હતા. Jain Education International For Personal & Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy