SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૬૦. જ્ઞાની પુરુષનો યોગ ઉત્તરસંડાના વનક્ષેત્રના એક બંગલામાં શ્રીમદ્ એકાંતસાધના માટે રહ્યા. પંદરેક દિવસ અંબાલાલભાઈ એમની સેવામાં રહ્યા, પરંતુ તદ્દન એકાંત નિવૃત્તિની ઇચ્છા હોવાથી અંબાલાલભાઈને સઘળો સામાન લઈને જવાની આજ્ઞા કરી. એકમાત્ર મોતીલાલભાઈને પોતાની પાસે રાખ્યા. બધો સામાન જતો હતો ત્યારે મોતીલાલભાઈએ પોતાના માટે એક ગાદલું અને પાણી પીવાનો લોટો રાખી લીધાં. અંબાલાલભાઈએ વિદાય લેતી વખતે મોતીલાલભાઈને સૂચના આપી કે તેઓ શ્રીમદનું બરાબર ધ્યાન રાખે. એક વાર વનમાં સાધના કરીને રાત્રે સાડા દસ વાગે શ્રીમદ્ પાછા આવ્યા ત્યારે હીંચકા પર પાથરેલું ગાદલું જોયું. શ્રીમદે પૂછયું કે બધો સામાન મોકલી આપ્યા પછી આ ગાદલું ક્યાંથી આવ્યું ? મોતીલાલભાઈ બોલ્યા કે, આ એક ગાદલું મારે માટે રાખ્યું છે તે પાથર્યું છે. શ્રીમદે એમને ગાદલું લેવાનું કહ્યું, પરંતુ મોતીલાલભાઈના આગ્રહને કારણે ગાદલું રહેવા દેવું પડ્યું. શ્રીમદ્ ગાદલા પર શયન કરે એવી મોતીલાલભાઈની ભાવના હતી. રાત્રે ઊઠીને મોતીલાલભાઈ શ્રીમની પાસે આવ્યા ત્યારે જોયું તો ગાદલું નીચે પડ્યું હતું અને શ્રીમદ્ પર એટલા બધા મચ્છર બેઠા હતા કે જાણે મચ્છરની ચાદર ઓઢી ન હોય ! મોતીલાલભાઈએ શ્રીમદ્ને એક ધોતિયું ઓઢાડી દીધું. મોડી રાતે તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ધોતિયું શરીર પરથી નીચે પડી ગયું હતું. મચ્છરોએ શ્રીમદ્ના શરીરે ડંખ માર્યા હતા. શ્રીમદ્ ગાથાઓ બોલતા હતા. મોતીલાલભાઈએ વળી પાછી ચાદર શ્રીમદ્રના શરીર પર ઓઢાડી, પરંતુ ધ્યાનલીન શ્રીમદ્દને દેહની પરવા ક્યાંથી હોય ? એમનો દેહાધ્યાસ એવો છૂટી ગયો હતો કે દેહનું લગભગ વિસ્મરણ થઈ ગયું હતું. જેમ ઘડાને જોનારો ઘડાથી ભિન્ન છે તેમ આત્માને જોનારો દેહથી ભિન્ન છે એવી શ્રીમમાં સ્પષ્ટ જાગૃતિ પ્રવર્તતી હતી. પરિણામે ગમે તેટલા ઉપસર્ગ થવા છતાં શ્રીમદ્ સ્વરૂપમાં મગ્ન રહેતા. ઉત્તરસંડા બાદ મોતીલાલભાઈ સાથે તેઓ વનક્ષેત્રે ૨૩ દિવસ રહ્યા. ખેડાના પ્રદેશમાં શ્રીમદ્દની સાથે મોતીલાલભાઈ ચાલતા હતા. એવામાં એક લીમડાનું વૃક્ષ આવ્યું, જેના પર મોજથી એક વાંદરો બેઠો હતો. શ્રીમની એના પર નજર પડી અને એમના મુખમાંથી આપોઆપ વાક્યો સરી પડ્યાં. એમણે હસતાં-હસતાં કહ્યું, મહાત્મા, પરિગ્રહથી રહિત છો અને અપ્રતિબંધ સ્થળ ભોગવો છો, પણ યાદ રાખજો કે આમ મોક્ષ નથી.” શબ્દોની સપાટી પરથી આ વાક્યો જોઈએ તો તે રમૂજભર્યા લાગે, કિંતુ આમાં ગહન અર્થ છુપાયેલો છે. આ સામાન્ય લાગતા શબ્દોની ભીતરમાં ગહન અને અર્થગંભીર મોક્ષમાર્ગનો સિદ્ધાંત સમાયેલો છે. તેઓએ કહ્યું કે ત્યાગી થઈને ઘનઘોર વનમાં રહીને આત્મપુરુષાર્થ સાધવા છતાં કલ્યાણ સધાતું નથી. અનંતકાળ સુધી જીવ પોતાની રીતે પ્રયત્ન કર્યા કરે તો પણ જ્ઞાન પામી શકતો નથી. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક બનીને ચાલે, તો તેને અંતર્મુહર્તમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પારસમણિના સ્પર્શથી જેમ લોહ સુવર્ણ બની જાય તેમ જ્ઞાની સગરના સંગથી આત્મા પરમાત્મા બની જાય છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy