________________
શંખેશ્વર મહાતીર્થ પૂણિમાપક્ષના આચાર્ય શ્રી પરમદેવસૂરિજી માટે શ્રીમાન જગડૂશાહે ભદ્રાવતી નગરી (કચ્છ-ભદ્રેશ્વર)માં બંધાવેલી પૌષધશાલામાં સૂરિજી વગેરેને દર્શન કરવા માટે ચાંદીના બે પાયાવાળું પિત્તળનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ગૃહચૈત્યઘરદેરાસર વિ. સં. ૧૩૦૦ની આસપાસમાં કરાવ્યું હતું.
(૨) ભરૂચ. તપાગચ્છીય શ્રી રંગવિજયજીએ સં. ૧૮૪૯માં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠાકય સ્તવન” ઢાળ ૧૯ કડી ૨૬૦ના વિસ્તૃત સ્તવનમાં લખ્યું છે કે ભરૂચમાં ઊકેશ લઘુશાખાના (દશાએસવાળ) શાહ પ્રેમચંદ્રના પુત્ર ખુશાલચંદ્ર અને તેના પુત્ર શાહ સવાઈચંદ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નવી કરાવીને તે વગેરે બીજી ઘણી મૂર્તિઓની વિ. સં. ૧૮૪૯માં મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને ત્યાં (ભરૂચમાં) સ્થાપના કરી. . () સુરતમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું દેશસર છે. (તે ૮૭-૧૨૯).
(૪) આહડ. ઉદયપુર (મેવાડ)થી ત્રણ માઈલ દૂર આઘાટ (આહડ) નામનું ગામ છે, જ્યાં શ્રીમાન જગચંદ્રસૂરિજીને “તપા” બિરુદ મળ્યું હતું. તે આઘાટમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું મંદિર સં. ૧૮૦૫માં બનેલું મેજૂદ છે (એક જૂની તીર્થ ગાઈડ.)
(૫) સિહી (રાજપૂતાના)માં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું એક મંદિર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org