________________
ર
શંખેશ્વર મહાતીર્થ
જ આ મૂર્તિનાં દર્શન, પૂજા, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવાથી અગણિત પુણ્યફળને લાભ થાય છે વગેરે. (સ્તે ૧)
(૨) મુસલમાન રાજાઓ પણ આ તીર્થનો મહિમા કરે છે. કામિત તીર્થ છે વગેરે. (તે ૨)
(૩) કોઈ દિવસે શ્રાવક દેલ્હણને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુએ (તેમના અધિષ્ઠાયક દેવોએ) સ્વપ્ન આપ્યું કે, પાટણમાં કોકાવસતિના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની તેત્રીસ આગળની મૂર્તિ છે, તેની સન્નિહિત–તેમાં અધિષ્ઠિત થઈને હમેશાં સૂર્યોદયથી ચાર ઘડી (લગભગ ૧ કલાક) સુધી હું રહીશ, માટે હમેશાં સૂર્યોદયથી ચાર ઘડીની અંદર ઉક્ત દેરાસરમાં કોઈ પણ પ્રતિમાની પૂજા કરવાથી મારી (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની) પૂજા કરી એમ માનવું.” આથી શંખેશ્વરજી જવાની અશક્તિવાળા લેકે, શંખેશ્વરની યાત્રા-પૂજા વગેરેના અભિગ્રહે ત્યાં જ પૂર્ણ કરવા લાગ્યા અને કેકા પાર્શ્વનાથ ( ના અધિષ્ઠાયક દે) પણ શંખેશ્વરની માફક લોકેને પરચા પૂરવા લાગ્યા. (સ્ત. ૧૫) આ ઉપરથી જાણી શકાય છે કે તે સમયમાં શંખેશ્વરનું અવતરણ બીજા તીર્થોમાં પણ થવા લાગ્યું હતું.
() આ તીર્થ પ્રાચીન છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિએ મેક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વતપ્રાયઃ કહેવાય છે. દરેક પર્વોમાં ધરણેન્દ્ર-પદ્માવતી આવીને તેનું પૂજન કરે છે, શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે અહીં સમવસર્યા હતા. આ તીર્થની છ માસ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org