________________
મૂતની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
જેમને પ્રશ્ન કર્યો છે તે તીર્થંકર પ્રભુની સંખ્યાને નંબર એકમાં નવમે અને બીજામાં આઠમે છે, એટલે તેમાં વધારે ફરક નથી. ત્યારે ખાસ કરીને ફરક માત્ર “ગઈ ચોવીશીના કે વર્તમાન વીશીના” એટલે જ રહ્યો છે. પરંપરા અને દંતકથાઓની સાંભળેલી વાતેના આધારથી લખવામાં એ ફરક રહી જાય એ અસંભવિત નથી.
શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૬૦ની આસપાસમાં રચેલ “શ્રી પાર્શ્વનાથસ્ય કલ્પસંક્ષેપર (તેત્ર ૧)માં આ મૂર્તિની ઉત્પત્તિ વગેરે વિષયમાં ઉપર જણાવેલ બને માન્યતાઓ કરતાં જુદી જ રીતે વર્ણન આપેલું છે.
તેમાં લખ્યું છે કે, “શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મનહર કાંતિવાળી આ મૂર્તિ ચંપાનગરી પાસેના સમુદ્રના કિનારે જિનાલયમાં પૂજાતી હતી. શક્રેન્દ્રના કાર્તિક શેઠના ભવના એક અભિગ્રહ (સે વખત પડિમાવહન) આ મૂર્તિના ધ્યાનથી પૂર્ણ થયા હતા.
કાર્તિક શેઠે દીક્ષા લીધા પછી શકેન્દ્ર, આ મૂર્તિને પ્રાભાવિક જાણુંને, પોતાના વિમાનમાં લઈ જઈને ભક્તિથી પૂજવા લાગ્યા.
દરમિયાન રામ-લક્ષમણ વનવાસમાં હતા, તે વખતે તેઓને દર્શન-પૂજન કરવા માટે આ મૂર્તિ કેન્દ્ર દંડકારણ્યમાં મોકલી આપી. ત્યાં સીતાજી વગેરેએ પૂછ. શ્રી ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org