________________
તીથની ઉત્પત્તિ
1 જ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણના સૈન્યના તમામ માણસે વૃદ્ધ અને રેગી થઈ ગયા. ખાધું પચે નહીં, વારંવાર જંગલ (દિશાએ) જવું પડે, શસ્ત્રો ઉપાડી શકે નહીં અને લડવાની હિંમત કરી શકે નહીં!
શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રી અરિષ્ટનેમિકુમાર–આ ત્રણે મહાપુણ્યશાળી પુરુષ હોવાથી જરા વિદ્યાની તેમના ઉપર કશી અસર થઈ નહિ.
પ્રાતઃકાળમાં શ્રીકૃષ્ણને, પિતાના સૈન્યની આવી સ્થિતિ જોઈ ઘણું ચિંતા થવાથી તેમણે શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયું : “ભાઈ! આ શું થયું? આનું નિવારણ કરવાને કંઈ ઉપાય છે? આપણે જય કેવી રીતે થશે?” - શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું: “હે ભાઈ! જરાસંધે પ્રપંચ કરીને ય મેળવવા માટે જરા વિદ્યા સૈન્ય ઉપર મોકલી છે. આ માટે એક ઉપાય છે. નાગશજ ધરણેન્દ્રના ભવન(આવાસ)માંના જિનાલયમાં ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી મૂર્તિ છે. અઠ્ઠમની તપસ્યા કરી ધરણેન્દ્રને આશધી તેમની પાસેથી તે મૂર્તિ મેળવે. તે મૂર્તિનું સનાત્રજળ (સ્નાનજળ) આખા સૈન્ય ઉપર છાંટો. તેનાથી જરા વિદ્યા પરાસ્ત થઈને નાસી જશે અને જય મળશે.”
શ્રીકૃષ્ણ પૂછ્યું: “હું અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરું ખરે, પણ એ ત્રણ દિવસમાં આપણું શૌન્યની શી દશા થાય? તેનું રક્ષણ કેણું કરશે ?”
Bહી છે. આ
જિનાલ મહાભારતની પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org