________________
I
'
',
સ્તવના
સકલ કરમખલદલન, કમઠ શઠ પવન કનક નગ ધવલ પરમ પદરમન, જગતજન અમલ કમલ ખગ, પરમતજલધર પવન, સજલ ઘનસમાન સમકર પર અધર જહર જલદ, સકલ જનતત ભવભચહર. અમદલન નરપદ છયકરન, અગમ અટત ભવજલ તરન, વર સલમદન વનહર દહન, જયજય પરમ અભય કરન.
સકલ દુષ્ટ કર્મોને નાશ કરનાર, કમઠ રૂપી વાયુને રોકવામાં સુમેરુ, નિર્મળ એક્ષપદમાં વિચરનાર, જગતજનરૂપી સ્વરછ કમલેને, ખીલવવામાં સૂમસમાન, અન્ય મત રૂપી વાદળને દૂર કરવામાં પવન. સમા, જલભર્યા મેઘ સમાન વર્ણવાળા, અન્યની પાપરૂપી રજ દેવામાં મેઘ સમાન, વિનમ્ર જનોને સંસારભય દૂર કરનાર, અમને દમનારા, નરક બંધન તેડનારા, ઊંડા ને કિનારા વિહેણું ભવસાગરમાંથી તારનાર, બળવાન કામદેવરૂપી વનને બાળવામાં અગ્નિસમા પરમ અભય કરનારા શ્રી. પાશ્વને જય હો !
નેધ–આ પાર્શ્વ સ્તવનમાં એક પણ અક્ષર દીર્ઘ નથી, એ એની
મોટામાં મોટી ખૂબી છે. કાન-માત્રા વિનાની આ પ્રકારની રચનાઓ મળવી દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org