________________
આમાં આપેલાં સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિઓ અને ઉતારામાંથી કેટલાંક આ તીર્થ સંબંધી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, કેટલાંક સ્તુતિપ્રધાન જ છે, જયારે કેટલાકમાંથી તે બન્ને વસ્તુ મળી આવે છે. આમાંની કેટલીક સ્તુતિ–સ્તેત્રાદિ કૃતિઓ સુંદર રીતે કાવ્યની દૃષ્ટિથી રચાયેલી છે, જયારે કેટલીક ભાષાની દૃષ્ટિએ સામાન્ય હેવી છતાં ભક્તિપ્રધાન જરૂર છે. સ્તોત્રક ૧૫૯ની કડી ૭થી ૧૨ વિશેષ કરીને ઉદૂ-ફારસી શબ્દોથી જ ભરપૂર છે, અર્થાત ઉર્દૂ ભાષાની કવિતાથી પ્રભુસ્તુતિ કરેલી છે.
૧૬મી શતાબ્દી પછીથી બનેલી અને લખાયેલી જૂની-નવી ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિઓમાં હસ્વ, દીધી, અનુસ્વાર અને જોડણું વગેરેની બહુ ભૂલે જોવામાં આવે છે. તેમાંની ખાસ ખાસ સ્થળે કવચિત જ ભૂલ સુધારી છે. બાકીની ભૂલે, માત્રામેળ, અનુપ્રાસ કે છંદેમાં ભંગ થઈ જવાના ભયથી તથા તેમાં કૃત્રિમતા ન આવી જાય એ માટે એમ ને એમ રહેવા દીધી છે. આધારભૂત ગ્રંથ
૪૫ ગ્રંથમાંથી ૬૦ ઉતારા લઈને આ પુસ્તકમાં આપેલ છે; તેમાંથી ૪૩ ગ્રંથને રચનાકાળ મળ્યો છે, જ્યારે ૨ ગ્રંથને મળ્યો નથી. જે જે ગ્રંથને રચનાકાળ મળે છે, તે ગ્રંમાંથી સૌથી જૂનામાં જૂનો ગ્રંથ વિમાની પાંચમી શતાબ્દીને (શત્રુંજય મહાત્મ
સ્તો. ૧૭) છે, અને નવામાં ન ગ્રંથ સં. ૧૮૮૨માં રચાયેલ (પૃથ્વીચંદ્રચરિત્ર, ગદ્ય-સ્તોત્ર ૧૭૪) છે.
આ ગ્રંથમાં કલ્પ, સ્તુતિ, સ્તવ, સ્તવનાદિ મળીને કુલ કૃતિઓ ૧૨૪ આપેલ છે, તેમાંથી ૮૫ને રચનાસમય મળે છે, ૩૯ને મ નથી. જેને રચનાસમય મળે છે તેમાં સૌથી પ્રાચીન ૧૩મી સદીની આસપાસની (આહલાદન મંત્રીકૃત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, સ્ત. ૨૬) છે, અને નવામાં નવી કૃતિ મારા પૂજ્ય ગુરુદેવ સ્વર્ગસ્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org