________________
: ૨૪૪
રામેશ્વર મહાતીર્થ
હતી, ને દીક્ષાભૂમિ ભાવનગર હતી. અને વિદ્યા અને કેળવણીની એ વખતે માતૃભૂમિ લેખાતાં મિથિલા, બિહારબંગાળ અને ઉત્તર પ્રદેશને તેઓએ પોતાની કર્તવ્યભૂમિ બનાવ્યાં હતાં.
કાશી-બનારસમાં તેઓએ ઘણું વર્ષ ગાળ્યાં. જેનેનાં બાળકે માત્ર લક્ષ્મીપુત્રો નહિ પણ સરસ્વતીપુત્રે પણ બને–વસ્તુપાળ અને તેજપાળ જેવા બને–એ આશયથી તેઓએ ત્યાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. આ પાઠશાળાએ દેશ અને સમાજને ચરણે અનેક વિદ્વરત્નોની ભેટ કરી. ને એ પ્રયત્નમાં જ તેઓ ફરી વાર બનારસ તરફ જતાં વિ. સં. ૧૯૭૮માં ભાદરવા સુદી ૧૪ના રોજ ગાલિયરથી ૭૨ માઈલ દૂર આવેલ શિવપુરી ગામમાં સ્વર્ગવાસ પામ્યા.
શ્રી વિજયધર્મસૂરિજીની અંતરની તમન્ના જૈન દર્શન અને જેને તત્ત્વજ્ઞાનને ભારતભરમાં પ્રસાર થાય અને ભારતના સીમાડા ઓળંગી. સાગર પાર કરી પશ્ચિમના દેશોમાં પણ એને પ્રસાર થાય તેવી હતી. અને આ માટે જન વિદ્વાનો, ઉપદેશકે ને પ્રચારકે તૈયાર કરવાની એમણે હામ ભીડી હતી. આ મનમાં તેઓએ સમાજને મહાન પંડિતે, આગમજ્ઞાતાઓ, વક્તાઓ, લેખકે ને સંશોધકોની ભેટ ધરી છે; તેમ જ, એથી આગળ વધી, તેઓએ છે. હટલ, ડે. સુબ્રીંગ, ડે. વિન્ટરનીત્સ વગેરે યુરોપીય વિદ્વાનોને પણ પિતાના તરફ આકથી ભારતવર્ષમાં આવવા પ્રેર્યા હતા, ને જૈનધર્મના પ્રશંસક બનાવ્યા હતા.
એમની પછી આ કામ તેમના સમર્થ શિષ્યોએ ઉપાડી લીધું. અને તેઓએ પિતાને ગુરુનું કામ આગળ ધપાવવા યથાશક યત્ન કર્યો. આ પ્રયત્નના પરિણામે ડે. શારલેટે ક્રાઉઝે નામનાં જર્મન વિદુષી બહેને જૈનધર્મ અંગીકાર કર્યો, ને પિતાનું નામ સુભદ્રાબહેન રાખ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org