________________
પ્લેટનું ગુજરાતી ભાષાન્તર
૨૩. - ૨. જગતના રાજા મુહમ્મદ મુશદબક્ષનું ગોવાન્વિત નિશાન.
સિકો) શીહાબૂ-ઉદ્-દીન મુહમ્મદ સાહીબ કુરાન-ઈ-ત્સાની શાહજહાં બાદશાહ-ઈ-ગાઝીને પુત્ર મુશદબક્ષ
આ સમયે જેનું ઉપનામ દયા છે તે માનવંતું નિશાન, જારી થવાના ગૌરવને અને આ પ્રમાણે જાહેર થવાના સન્માનને પ્રાપ્ત થાય છે કે–સ્વર્ગલોકના જેવી આ રાજસભાના દરબારીઓને એમ કહેવામાં આવ્યું છે કે – પહેલાંના અમલદારો અને કચેરીની સનદ પ્રમાણે, મુજપુર પરગણુને એક ભાગ, સંકહસરા (શંખેશ્વર) ગામ, લાંબા સમયથી, અમીરમાં અને સાથીદારોમાં શ્રેષ્ઠ એવા સતીદાસ શાહુને રૂ. ૧,૦૫૦ની રકમથી ઈજારે આપવામાં આવ્યું છે. અને ઉપર કહેલ વ્યક્તિ આ નક્કી કરેલી રકમ અને જાગીરદારોને રિવાજ મુજબ લેણ પડતી રકમ ચૂકવ્યા કરે છે–તેથી મહાગૌરવભર્યું અને અત્યંત અગત્યનું એવું આ ફરમાન સન્માનપૂર્વક જારી કરવામાં આવે છે, અને ગૌરવપૂર્વક જણાવવામાં આવે છે કે–એ જગ્યાના અત્યારના અને ભવિષ્યના જાગીરદારોએ એ ગામનું ઈજારાનું, ઉપર જણાવેલ વ્યક્તિના લાભમાં, પહેલાંની જેમ પૂરેપૂરું પાલન કરવું અને એના નિયમોમાં કઈ પણ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર કરે નહીં. ઉપર જણાવેલ શાહુને તાકીદ કરવામાં આવે છે કે તેમણે જાગીરદારોના જરૂરી હક્કો અદા કરવાની સાથે સાથે એ ગામની ઉન્નતિ અને આબાદી તેમ જ એના રહેવાસીઓના કલ્યાણ માટે સબળ પ્રયત્ન કરતાં રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org