________________
શંખેશ્વર તીથની પંચતીર્થી
૧૭૩નિયમિતપણે અરધે રૂપિયે અને એક પાલી ચોખા ચમત્કારિક રીતે મળતા હતા. વિદ્યમાન દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૦૫માં થઈ છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે.
* વીરમગામ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સાર્વજનિક ધર્મ. શાળા અને વીશીઓ છે. ગામમાં શ્રાવકનાં ઘર ૪૦૦, ભવ્ય દેરાસરે ૬, મોટા ઉપાશ્રય ૨ (ઉપરાંત નાના ઉપાશ્રયે ઘણા છે.) પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થાપેલ શ્રી જૈનધર્મવિજય પુસ્તકાલય અને જૈન પાઠશાળા, ઝવેરી તરફથી નવી થયેલી જૈન ધર્મશાળા (ઉપાશ્રમ)માં જૈન સંસ્કૃત પાઠશાળા. જૈન ધર્મશાળા, મોટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરો દર્શન કરવા ગ્ય છે. જન ભાઈઓની સગવડતા માટે હાલમાં અહીં ગામમાં જૈન ભેજનશાળા ચાલુ થઈ છે. જૈન યાત્રાળુઓને તેમાં સૂવા-બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ ગામ પ્રાચીન છે. અહીંનું મુનસર તળાવ મહારાજા સિદ્ધરાજ જયસિહે અથવા મીનળદેવીએ બંધાવ્યું છે. પંદરમી સદીમાં અહીં (૧) શ્રી સુમતિનાથજીનું, અને (૨) શ્રી શાંતિનાથજીનું—એમ બે દેરાસર હતાં. વિ. સં. ૧૭૨૧માં અહીં કુલ ૫૭ જિનમૂર્તિઓ હતી. વિ. સં. ૧૫૦૦ની આસપાસમાં થયેલા શ્રીમાન સોમસુંદરસૂરિજીના વૃત્તાન્તમાં શ્રીગુરુગુણરત્નાકર' કાવ્યમાં વીરમગામનું નામ આવે છે.
* સમી ગામના મધ્ય ભાગમાં એક મેટી વિશાળ મજિદ, એક બાવન જિનાલયવાળું જૈન મંદિર તેડીને બનાવવામાં આવી છે. તેના ઉત્તર દિશાના દરવાજા બહારની કુંભી પર કોતરેલ એકખંડિત જિન મૂર્તિને આકાર અત્યારે પણ વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org