________________
શખેશ્વર મહાતીર્થ એવી દંતકથા છે કે, મૂળનાયકની આ મૂર્તિ આઠ વર્ષ પહેલાં એક સથવારાના ઘરમાંથી પાયે બેદતાં પ્રગટ થઈ હતી. તે વખતે નવું દેરાસર કરાવીને તેમાં તે પ્રતિમાજી પધરાવ્યા પછી, આઠ વર્ષ બાદ આ વખતે તેનો નવેસરથી જીર્ણોદ્ધાર થયો છે. રાધનપુરવાળ શેઠ મોતીલાલ મૂળજીભાઈની ખંતભરી શુભ લાગણી અને સતત પ્રયાસથી આ દેરાસરને વીસ વર્ષ પહેલાં આમૂલચૂલ નવેસરથી જીર્ણોદ્ધાર તેમની દેખરેખથી થયો છે, તેમાં પિતાના તરફથી તથા બીજા સખી ગૃહસ્થ પાસેથી સહાયતા મેળવીને તેમણે લગભગ અઢાર હજાર રૂપિયા ખરચ્યા છે. તેની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં વિ. સં. ૧૯૭૮ના વૈશાખ સુદિ ને દિવસે મૂળનાયકજીને તેમણે બિરાજમાન કર્યા છે. ગામના પ્રમાણમાં દેરાસર મોટું, ભવ્ય અને શિખરબંધી છે. મુ. ના. જીની મૂર્તિ કરતું આરસનું પ્રાચીન પરિકર છે. તે પરિકરમાં ભગવાનની બેઠી આકૃતિની ૨૪ મતિઓ સુંદર રીતે ગોઠવીને કોતરેલી છે. પરિકર સહિત મુ. ના.જીની આ મૂર્તિ અને આ ગામ પણ પ્રાચીન જણાય છે. અત્યારે પણ આ દેરાસરનો વહીવટ અને દેખરેખ રાધનપુરવાળા શેઠ શકરચંદ મોતીલાલ મૂળજીભાઈ રાખે છે. દેરાસરના ગઢના એક કોઠામાં નીચે દેરાસરજીને તથા સંઘને સામાન રહે છે, અને તેની ઉપર પુસ્તક વગેરે રાખેલ છે.
* મેમણામાં શ્રાવકનું ઘર, દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ નથી.
* ખીજડિયાલીમાં પહેલાં દેરાસર તથા ઉપાશ્રય હતું, પણ શ્રાવકોની વસ્તી ઘટી જવાથી થોડાંક વર્ષો પહેલાં અહીંનું દેરાસર વધાવી લીધેલ છે. પછી સાર-સંભાળ નહીં રાખવાથી દેરાસર અને ઉપાશ્રયનાં મકાને પડી ગયાં છે. અહીં અત્યારે શ્રાવકોનાં ૩ ઘર છે.
* રતનપુરમાં શ્રાવકનું એક ઘર છે. દેરાસર. ઉપાશ્રય વગેરે નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org