________________
૧૫૬
શખેશ્વર મહાતીથ પડે તેમ નથી. ધમ શાળાઓ વિશાળ છે. અહીંના રહેવાપાણી ઘણાં જ સારાં છે. ગામમાં થાડી દુકાને હોવાથી જોઈતી ચીજ-વસ્તુએ મળી શકે છે. ભાતાખાતું તેમ જ ભાજન-શાળા ચાલુ હાઈ યાત્રાળુઓને રસોઈ કરવાની કડાકૂટ પણ દૂર થઈ છે, ધર્મશાળામાં યાત્રાળુએ પંદર દિવસ સુધી રહી શકે છે. કુસદના વખત જ્ઞાન-ધ્યાનમાં અને પુસ્તકા વાંચવામાં કાઢવા માટે ઉપાશ્રય અને પુસ્તકાલયની સગવડ પણ કારખાના તરફથી કરેલ છે. હુંમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે. રાત-દિવસ ઘડિયાળના ડંકા ચોકીદાર વગાડે છે. હુમેશાં સાંજે દેશસ૭માં દશાંગ અને કિન્નરુના ધૂપ તથા રોશની થાય છે. રાત્રે ભાવના બેસે છે, તેથી યાત્રાળુઓનાં મન અતિ પ્રફુલ્લિત અને હું વડે ઉલ્લાસિત બને છે. કોઈ પણ જાતનું કામ હોય અથવા અગવડ હાય તે પેઢીમાં જઈને કહેવાથી તેની વ્યવસ્થા તે કરી આપે છે. આ તીથ માં ખાદ્ય અને આંતકિ શાંતિ સારી સંચવાય છે, માટે દરેક ભાવુક શ્રદ્ધાળુ મહાનુભાવને આ તીર્થની યાત્રા અવશ્ય કરવા ભલામણ છે. fir સહાયતા મેળવવા માટે, વવા-જવા માટે અગર હરકોઈ કામને અંગે, આ સ્થાનિક પેઢીની સાથે પત્રવ્યવહાર કરવા ઈચ્છનારે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા : શેઠ જીવણદાસ ગાડીદાસની પેઢી
:
-
(શ ખેશ્વરતીર્થનું કારખાનું)
મુકામ શ ખેશ્વર, પાસ્ટ શખેશ્વર, હારીજ (ઉત્તર ગુજરાત).
વાચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org